Homeક્રિકેટસેમ કરન-લિવિંગસ્ટનની તોફાની ઇનિંગ,...

સેમ કરન-લિવિંગસ્ટનની તોફાની ઇનિંગ, પંજાબની 4 વિકેટે જીત

IPL 2024ની બીજી મેચમાં પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સને ચાર વિકેટે હરાવ્યું છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 19.2 ઓવરમાં છ વિકેટ ગુમાવીને લક્ષ્‍યાંક હાંસલ કરી લીધો હતો.

સેમ કરને અડધી સદી ફટકારી હતી. તે જ સમયે, લિયામ લિવિંગસ્ટોને 21 બોલમાં બે ફોર અને ત્રણ સિકસની મદદથી 38 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે છેલ્લી ઓવરમાં સિક્સર ફટકારીને મેચ પૂરી કરી. પંજાબે આઈપીએલની 17મી સિઝનની શરૂઆત જીત સાથે કરી હતી, જ્યારે રિષભ પંતની આગેવાની હેઠળની દિલ્હીએ હાર સાથે શરૂઆત કરી હતી.

પંજાબની ઈનિંગ

19.1: લિવિંગસ્ટનનો વિનિંગ સિક્સ, પંજાબી 4 વિકેટે જીત.

સુમિત કુમારે 19મી ઓવરની શરૂઆત 2 વાઇડ બોલ સાથે કરી.

18.6: હરપ્રીત બ્રારે હવામા બોલ માર્યો હતો. ડેવિડ વોર્નરે કેચ છોડ્યો હતો. આ સાથે પંજાબના ખાતામાં વધુ 2 રન આવ્યા હતા. હવે પંજાબે જીતવા માટે 6 બોલમાં 6 રનની જરૂર

18.5: ખલીલ અહેમદે બોલ ખાલી કઢાવ્યો હતો

18.4: શશાંક સિંહ આઉટ, ખલીલ અહેમદના બોલ પર શશાંક સિંહ મોટો શોટ રમવા ગયો હતો. તેણે કેપ્ટન રિષભ પંતના હાથમાં કેચ આપી પોતાની વિકેટ ગુમાવી હતી.

18.3, સેમ કરન આઉટ: મુશ્કેલીના સમયમાંદિલ્હીની વહારે ખલીલ અહેમદ આવ્યો, તેણે સેમ કરનને ક્લિન બોલ્ડ કર્યો છે.

18.2: લિવિંગસ્ટને 1 રન લીધો, પંજાબને જીતવા 8 રનની જરૂર

18.1: ખલિલ અહેમદના બોલ પર સેમ કરને 1 રન લીધો.

18 ઓવર સમાપ્ત: પંજાબ કિંગ્સે હવે જીતવા માટે છેલ્લા 12 બોલમાં માત્ર 10 રન બનાવવાના છે. 18 ઓવર પછી પંજાબનો સ્કોર 165 રન છે. માર્શે 18મી ઓવરમાં 18 રન આપ્યા હતા. લિવિંગસ્ટોન 18 બોલમાં 31 રન અને સેમ કુરાન 45 બોલમાં 62 રન બનાવીને રમી રહ્યો છે.

17 ઓવર સમાપ્ત: પંજાબ કિંગ્સનો સ્કોર 17 ઓવરમાં ચાર વિકેટે 147 રન છે. સેમ કરન 41 બોલમાં 51 રન અને લિયમ લિવિંગસ્ટન 16 બોલમાં 24 રન બનાવીને રમી રહ્યા છે. પંજાબને હવે 18 બોલમાં જીતવા માટે માત્ર 28 રન બનાવવાના છે.

સેમ કરનની ફિફ્ટી: સેમ કરને પંજાબ માટે મહત્વની ઇનિંગ રમી હતી. કરને 39 બોલમાં 5 ફોરની મદદથી 50 રન બનાવીને રમી રહ્યો છે.

15 ઓવર સમાપ્ત: પંજાબ કિંગ્સે 15 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 130 રન બનાવ્યા છે. પંજાબને 30 બોલમાં 45 રનની જરૂર છે.

જીતેશ આઉટ: રિષભ પંતે શાનદાર સ્ટમ્પિંગ કરી જીતેશ શર્માને આઉટ કર્યો હતો. પંજાબ કિંગ્સની ટીમે 100ના સ્કોર પર તેની ચોથી વિકેટ ગુમાવી છે. 12મી ઓવરમાં કુલદીપ યાદવના બોલ પર રિષભ પંતે જીતેશ શર્માને સ્ટમ્પ આઉટ કર્યો હતો. જીતેશે 9 બોલમાં 9 રન બનાવ્યા હતા. લિયમ લિવિંગસ્ટન છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે. સેમ કરન 25 બોલમાં 30 રન બનાવીને રમી રહ્યો છે.

પ્રભસિમરન આઉટ: પંજાબ કિંગ્સને પ્રભસિમરનના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો છે. કુલદીપ યાદવે પ્રભસિમરનને પેવેલિયન મોકલ્યો હતો. પ્રભસિમરન 26 રન બનાવીને આઉટ થયો હતો. પંજાબનો સ્કોર 86/3 છે.

9 ઓવર સમાપ્ત: પંજાબ તરફથી પ્રભસિમરન સિંહ સતત રન બનાવી રહ્યો છે. પંજાબની ટીમે 9 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 83 રન બનાવ્યા છે. દિલ્હી વિકેટની શોધમાં છે.

પાવર પ્લે સમાપ્ત: 6 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર બે વિકેટે 60 રન છે. પ્રભસિમરન સિંહ 8 બોલમાં 17 રન બનાવીને રમી રહ્યો છે. તેણે ચાર ચોગ્ગા ફટકાર્યા છે. તેની સાથે સેમ કરન 09 રન પર રમી રહ્યો છે.

ઇશાંત શર્મા ઇન્જર્ડ: પ્રભસિમરને ઇશાંત શર્મા તરફ બોલ ફટકાર્યો હતો. બોલ પકડવા જતા ઇશાંત શર્માનો પગ મચકોડાઇ ગયો હતો. ફિઝિઓએ તેનુ ચેકઅપ કર્યું અને પછી તેને મેદાનની બહાર લઇ ગયો હતો. દિલ્હીને હવે વધુ એક બોલરની ખોટ સાલશે.

બેરસ્ટો આઉટ: પંજાબ કિંગ્સે 42 રનમાં બીજી વિકેટ ગુમાવી દીધી છે. જોની બેરસ્ટો ત્રણ બોલમાં 9 રન બનાવીને રનઆઉટ થયો હતો. હવે સેમ કરન અને પ્રભસિમરન સિંહ બેટિંગ કરી રહ્યા છે. પંજાબનો સ્કોર 4 ઓવરમાં બે વિકેટે 42 રન છે.

ધવન આઉટ: ઈશાંત શર્માએ શિખર ધવનને ક્લીન બોલિંગ કરીને પંજાબને પહેલી સફળતા અપાવી છે. શિખર ધવને 16 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 22 રન બનાવ્યા હતા. આ સાથે 3.1 ઓવર બાદ પંજાબનો સ્કોર 34/1 છે.

3 ઓવર સમાપ્ત: 175 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સે 3 ઓવરમાં 34 રન બનાવી લીધા છે.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. ત્યારબાદ ટાર્ગેટનો પીછો કરવા માટે પંજાબ તરફથી શિખર ધવન અને જોની બેરેસ્ટો ઓપનિંગ કરવા માટે ક્રિઝ પર આવ્યા છે. જ્યારે દિલ્હીના કેપ્ટને ખલીલ એહેમદને પ્રથમ ઓવર સોંપી છે.

દિલ્હીની ઇનિંગ

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં આવેલા અભિષેક પોરેલે હર્ષલ પટેલની 20મી ઓવરમાં 25 રન બનાવ્યા હતા. તેણે 10 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 32 રન બનાવ્યા હતા. પોરેલે 20મી ઓવરમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. કુલદીપ છેલ્લા બોલ પર બે રન બનાવીને રનઆઉટ થયો હતો. 19મી ઓવર સુધી દિલ્હીનો સ્કોર આઠ વિકેટે 149 રન હતો અને પોરેલની વિસ્ફોટક બેટિંગની મદદથી ટીમ 174 રન સુધી પહોંચી ગઈ હતી.

સુમિત કુમાર આઉટ: દિલ્હી કેપિટલ્સને આઠમો ફટકો સુમિત કુમારના રૂપમાં લાગ્યો હતો.સુમિત કુમાર 2 રન બનાવીને આઉટ થયો હતો. અર્શદીપ સિંહ પંજાબમાં આ સફળતા અપાવી છે.

અક્ષર પટેલ આઉટ: દિલ્હી કેપિટલ્સનો સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો છે. અક્ષર 13 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો હતો.

દિલ્હી કેપિટલ્સે 16મી ઓવરમાં 128ના કુલ સ્કોર પર છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. ટ્રસ્ટન સ્ટબ્સ આઠ બોલમાં પાંચ રન બનાવીને આઉટ થયો હતો. દિલ્હીએ છેલ્લી પાંચ ઓવરમાં માત્ર 34 રનના ગાળામાં 3 મહત્વની વિકેટ ગુમાવી દીધી છે.

સ્ટબ્સ આઉટ: દિલ્હી કેપિટલ્સની અડધાથી વધુ ટીમ પેવેલિયન પરત ફરી ગઈ છે. ટ્રિસ્ટન સ્ટબ્સ માત્ર 5 રન બનાવીને આઉટ થયો છે. આ સાથે પંજાબે મેચમાં પકડ બનાવી લીધી છે. 15.4 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 128/6 સુધી પહોંચ્યો છે.

ભુઇ આઉટ: દિલ્હી કેપિટલ્સની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ છે. રિકી ભુઇ પણ મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો અને તેણે 7 બોલમાં 3 રન બનાવ્યા હતા. હરપ્રીત બ્રારે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. દિલ્હી કેપિટલ્સે 111 રનમાં પાંચમી વિકેટ ગુમાવી હતી.

પંત આઉટ: DCને કેપ્ટન રિષભ પંતના રૂપમાં ચોથો ઝટકો લાગ્યો છે. પંત 18 રન બનાવીને આઉટ થયો હતો. 12.4 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 111/4 છે.

100 રન: દિલ્હી કેપિટલ્સની ટીમે 12 ઓવરમાં 100 રન પૂરા કર્યા. દિલ્હીએ 3 વિકેટ ગુમાવી છે.

હોપ આઉટ: દિલ્હી કેપિટલ્સને શાઈ હોપના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો છે. શાઈ હોપ 33 રન બનાવીને આઉટ થયો હતો. રબાડાએ પંજાબ કિંગ્સને ત્રીજી સફળતા અપાવી છે. દિલ્હીનો સ્કોર 94/3 સુધી પહોંચ્યો છે.

વોર્નર આઉટ: દિલ્હી તરફથી જોરદાર બેટિંગ કરી રહેલો ડેવિડ વોર્નર આઉટ થયો છે. ડેવિડ વોર્નર 21 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો છે. આ સાથે હવે રિષભ પંત ક્રિઝ પર આવ્યો છે. પંત 15 મહિના બાદ મેદાનમાં પરત ફર્યો છે. 8 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 74/2 છે.

6 ઓવરમાં સમાપ્ત: 6 ઓવરના અંતે દિલ્હીએ એક વિકેટ ગુમાવીને 54 રન બનાવી લીધા છે. વિકેટ ગુમાવ્યા બાદ પણ દિલ્હીના બેટ્સમેન ખતરનાક બેટિંગ કરી રહ્યા છે.

માર્શ આઉટ: ચોથી ઓવરના પહેલા બોલ પર સિક્સર ખાધા બાદ અર્શદીપ સિંહે જોરદાર વાપસી કરી હતી. અર્શદીપે મિશેલ માર્શને બીજા બોલ પર રાહુલ ચહરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ સાથે દિલ્હી કેપિટલ્સને પહેલો ઝટકો લાગ્યો છે. સારા ફોર્મમાં દેખાઈ રહેલો મિચેલ માર્શ 20 રન બનાવીને આઉટ થયો હતો. દિલ્હીનો સ્કોર 39/1 છે.

3 ઓવર સમાપ્ત: દિલ્હીએ જોરદાર શરૂઆત કરી છે. ડેવિડ વોર્નરે 7 બોલમાં 1 ફોર અને 1 સિક્સની મદદથી 11 રન અને મિચેલ માર્શે 10 બોલમાં 2 ફોર અને 1 સિક્સની મદદથી 14 રન સાથે રમી રહ્યો છે. આ સાથે દિલ્હીનો સ્કોર 33/0 છે.

દિલ્હી તરફથી પ્રથમ બેટિંગ કરવા માટે ડેવિડ વોર્નર અને મિચેલ માર્શ ક્રિઝ પર છે. પંજાબ તરફથી સેમ કરનને બોલ પકડાવવામાં આવ્યો છે.

ટોસ

મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આવી સ્થિતિમાં DC પહેલા બેટિંગ કરશે. રોડ અકસ્માત બાદ પરત ફરેલો દિલ્હીનો કેપ્ટન રિષભ પંત ટોસ દરમિયાન ભાવુક થઈ ગયો હતો. આ દરમિયાન તેમણે ભવિષ્યની રણનીતિ વિશે પણ વાત કરી હતી. ટોસ દરમિયાન પંતે કહ્યું, “અમે પણ ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હોત. વિકેટ થોડી ધીમી દેખાઈ રહી છે. મારા માટે આ ખરેખર ભાવનાત્મક પળ છે. હું ફક્ત આ ક્ષણને માણવા માંગુ છું. હું વધારે વિચારતો નથી. હું છેલ્લી સિઝન વિશે ચિંતિત નથી. આ મારા માટે ખરેખર રોમાંચક સમય છે. અમે સારી તૈયારી કરી રહ્યા છીએ. અમારા માટે ચાર વિદેશી ખેલાડીઓ શાઈ હોપ, મિશેલ માર્શ, ડેવિડ વોર્નર અને ટ્રસ્ટન સ્ટબ્સ છે.

હેડ ટૂ હેડ રેકોર્ડ

જો આપણે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેના હેડ ટુ હેડ આંકડાઓ પર નજર કરીએ તો કોઈ પણ ટીમ ઓછી નથી. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં બંને ટીમો અત્યાર સુધીમાં 32 વખત ટકરાયા છે. તેમાંથી પંજાબ કિંગ્સે 16 મેચ જીતી છે, આ સિવાય દિલ્હી કેપિટલ્સે પણ 16 મેચ જીતી છે.

પિચ રિપોર્ટ

મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ વખત IPL મેચ રમાશે. અહીં વિકેટ ધીમી લાગે છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં અહીં લો સ્કોરિંગ મેચ જોવા મળી છે. દિલ્હી અને પંજાબ વચ્ચેની મેચ દિવસ દરમિયાન રમાનાર હોવાથી વિકેટ ધીમી રહેવાની ધારણા છે. અહીં ટોસ જીતનારી ટીમ બેટિંગ કરવાનું પસંદ કરી શકે છે. મુલ્લાનપુર મેદાન પર બોલરોએ તેમની લાઇન અને લંબાઈમાં ચોક્કસ હોવું જરૂરી છે. તમને જણાવી દઈએ કે આ સ્ટેડિયમની સ્થાપના 2021માં કરવામાં આવી હતી.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11

PBKS: શિખર ધવન (સી), જોની બેરસ્ટો, સેમ કરન, લિયમ લિવિંગસ્ટન, જીતેશ શર્મા (wk), હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, રાહુલ ચાહર, અર્શદીપ સિંહ, શશાંક સિંહ

ઇમ્પેક્ટ પ્લેયર: રિલી રુસો, પ્રભસિમરન સિંહ, તનય ત્યાગરાજન, હરપ્રીત સિંહ ભાટિયા, વિધ્વથ કાવેરપ્પા

DC: ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, શાઈ હોપ, રિષભ પંત (wk/c), રિકી ભુઈ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ, ઈશાંત શર્મા

ઇમ્પેક્ટ પ્લેયર: અભિષેક પોરેલ, મુકેશ કુમાર, જેક ફ્રેઝર-મિસિગર, વિકી ઓસવાલ, પ્રવીણ દુબે

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...