Homeક્રિકેટટ્રોફી જીત્યા બાદ સ્મૃતિ...

ટ્રોફી જીત્યા બાદ સ્મૃતિ મંધાનાએ રુમર્ડ બોયફ્રેન્ડ સાથે આપ્યો પોઝ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં ઇતિહાસ રચ્યો અને પ્રથમ વખત મહિલા પ્રીમિયર લીગ (WPL) ટાઇટલ જીત્યું છે. નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ WPL ફાઇનલ 2024 મેચમાં બેંગ્લોરે રમતના દરેક વિભાગમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું.

જ્યારે RCB કેપ્ટન સ્મૃતિ મંધાના તેના રુમર્ડ બોયફ્રેન્ડ પલાશ મુછલને લઈને ચર્ચામાં છે. પલાશ WPL ફાઈનલ દરમિયાન અરુણ જેટલી સ્ટેડિયમમાં હાજર હતો અને ટાઈટલ જીત્યા બાદ તેણે ટ્રોફી સાથે મંધાના સાથે ફોટો પણ પડાવ્યો હતો.

મંધાનાનો રુમર્ડ બોયફ્રેન્ડ પલાશ મુછલ

28 વર્ષીય પલાશ મ્યુઝિક કમ્પોઝર અને પ્રખ્યાત ગાયિકા પલક મુછલનો નાનો ભાઈ છે. તેણે રવિવારે મેચનો ભરપૂર આનંદ લીધો હતો. પલાશે તેના ઈન્સ્ટાગ્રામ પર મંધાના ટ્રોફી સાથેનો ફોટો પોસ્ટ કર્યો છે. બંનેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પલાશે 2023માં જ્યારે ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સમાં ભારતીય ટીમે ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે સ્મૃતિ સાથે ફોટો પડાવ્યો હતો.

મેચ દરમિયાન સ્ટેડિયમમાં બેસીને મુછલ ઘણી વખત મંધાનાને સપોર્ટ કરતો જોવા મળ્યો છે. મંધાના જ્યાં પણ મેચ રમવા જાય છે, તે ત્યાં હાજર રહે છે અને તેની ગર્લફ્રેન્ડને સપોર્ટ કરે છે. તે ઘણી વખત ભારતીય જર્સી પહેરીને જોવા મળ્યો છે. બંને સોશિયલ મીડિયા પર ઘણી વખત એકસાથે ફોટામાં જોવા મળ્યા છે. પલાશ અને સ્મૃતિ મંધાના કથિત રીતે છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને તેઓ નિયમિતપણે સોશિયલ મીડિયા પર એકબીજા સાથે તસવીરો શેર કરે છે.

ટાઈટલ જીત્યા બાદ સ્મૃતિનું નિવેદન

RCBની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ કહ્યું કે મારા માટે જીત બાદ ઈમોશન સાથે મેદાનમાં આવવું મુશ્કેલ છે. હું એક વાત કહીશ કે મને આ ટીમ પર ગર્વ છે. અમે બેંગલુરુમાં સારૂ પ્રદર્શન કર્યં હતું. અમે દિલ્હી આવ્યા અને બે વખત કારમી હારનો સામનો કરવો પડ્યો. અમે યોગ્ય સમયે આગળ વધવાની જરૂરિયાત વિશે વાત કરી હતી. ગયા વર્ષે અમને ઘણું શીખવ્યું. શું ખોટું થયું, શું સારૂ થયું. ત્યારબાદ ટીમ મેનેજમેન્ટે મને કહ્યું કે તે તમારી ટીમ છે, તેને તમારી રીતે બનાવો. અમે મેનેજમેન્ટ સાથે બેસીને ખેલાડીઓ વિશે ચર્ચા કરીને એક સારી એવી ટીમ બનાવી હતી. ટ્રોફી જીતનાર હું એકલી નથી પરંતુ ટ્રોફી પૂરી ટીમે જીતી છે.

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...