Homeક્રિકેટસદી ફટકારીને બીજા સ્થાને...

સદી ફટકારીને બીજા સ્થાને પહોંચ્યો આ સ્ટાર ખેલાડી, પ્રથમ સ્થાને યશસ્વી જયસ્વાલ

શ્રીલંકાએ બીજી વનડેમાં બાંગ્લાદેશને 3 વિકેટે હરાવ્યું છે. પથુમ નિસાંકાએ આ મેચમાં શ્રીલંકા માટે બેટિંગનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું. તેણે સદી ફટકારી અને શ્રીલંકાને જીત તરફ દોર્યું હતું.

આ મેચ જીતીને શ્રીલંકાએ સીરિઝમાં 1-1ની બરાબરી મેળવી લીધી છે. શાનદાર ઇનિંગ રમ્યા બાદ પથુમ નિસાંકા વર્ષ 2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનમાં બીજા સ્થાને પહોંચી ગયો છે.

પથુમ નિસાંકાએ 114 રનની ઇનિંગ રમી

બાંગ્લાદેશ સામે શ્રીલંકાની શરૂઆત સારી રહી ન હતી. જ્યારે અવિષ્કા ફર્નાન્ડો ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી કેપ્ટન કુસલ મેન્ડિસ પણ 16 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ચરિથ અસલંકા અને પથુમ નિસાંકાએ શાનદાર બેટિંગ કરી હતી. નિસાંકાએ 113 બોલમાં 114 રન બનાવ્યા જેમાં 13 ફોર અને ત્રણ સિકસરનો સમાવેશ થાય છે. સદી ફટકાર્યા બાદ પથુમ નિસાંકા વર્ષ 2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે વર્ષ 2024માં 629 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલ નંબર વન પર છે. તેણે વર્ષ 2024માં 812 રન બનાવ્યા છે.

વર્ષ 2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

  • યશસ્વી જયસ્વાલ- 812 રન
  • પથુમ નિસાંકા- 629 રન
  • કુસલ મેન્ડિસ- 615 રન
  • રોહિત શર્મા- 576 રન
  • કેન વિલિયમસન- 563 રન

શ્રીલંકા માટે વનડેમાં બેવડી સદી ફટકારી

પથુમ નિસાંકાએ શ્રીલંકા માટે અત્યાર સુધી 54 વનડેમાં 2224 રન બનાવ્યા છે જેમાં 6 સદી અને 13 ફિફ્ટી સામેલ છે. તે શ્રીલંકા માટે ODIમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે. ODI ક્રિકેટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 210 રન છે.

શ્રીલંકાએ મેચ જીતી લીધી

બીજી વનડેમાં શ્રીલંકાની ટીમે પ્રથમ બેટિંગ કરીને 286 રન બનાવ્યા હતા, જેના જવાબમાં શ્રીલંકાએ 7 વિકેટ ગુમાવીને લક્ષ્‍યાંક હાંસલ કરી લીધો હતો. શ્રીલંકા તરફથી પથુમ નિસાંકાએ 114 રન અને ચરિથ અસલંકાએ 91 રન બનાવ્યા હતા. દુનિથ વેલાલાગે 15 રન અને વાનિન્દુ હસરાંગાએ 25 રનનું યોગદાન આપ્યું હતું. હસરંગાએ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 10 ઓવરમાં ચાર વિકેટ ઝડપી હતી.

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...