Homeક્રિકેટસનરાઇઝર્સ હૈદરાબાદ કરી શકે...

સનરાઇઝર્સ હૈદરાબાદ કરી શકે છે મોટો ફેરફાર, આ ખેલાડીને સોંપશે સુકાનીપદ

સનરાઇઝર્સ હૈદરાબાદ IPL 2024 માટે ટીમમાં ઘણા ફેરફાર કરી શકે છે. ફ્રેન્ચાઇઝી ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી પેટ કમિન્સને સુકાનીપદ સોંપી શકે છે. કમિન્સ IPL ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી છે.

તેને હૈદરાબાદે હરાજીમાં 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કમિન્સ વર્લ્ડકપ 2023ની વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાનો મહત્વનો હિસ્સો રહ્યો છે. હવે તે IPLમાં પણ કમાલ કરવા તૈયાર છે.

ગત સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને હતી. હૈદરાબાદે IPL 2023માં 14 મેચ રમી હતી. આ દરમિયાન માત્ર 4 મેચ જીતી શકી હતી અને 10 મેચ હારી હતી. એડન માર્કરામ ગત સિઝનમાં હૈદરાબાદનો કેપ્ટન હતો. પરંતુ હવે ટીમ પરિવર્તન તરફ આગળ વધી રહી છે. આ કારણોસર હૈદરાબાદે હરાજીમાં ઘણા પૈસા ખર્ચ્યા છે.

પેટ કમિન્સ બની શકે છે હૈદરાબાદનો કેપ્ટન

એક એહેવાલ અનુસાર હૈદરાબાદ ઓસ્ટ્રેલિયન ખેલાડી પેટ કમિન્સને કેપ્ટન્સી સોંપી શકે છે. કમિન્સનો રેકોર્ડ અત્યાર સુધી સારો રહ્યો છે. તે વર્લ્ડકપ 2023ની વિજેતા ટીમનો મહત્વનો ભાગ હતો. કમિન્સ પાસે કેપ્ટનશિપનો અનુભવ પણ છે. કમિન્સે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે એડન માર્કરામને હટાવીને કમિન્સને કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

T20 ફોર્મેટમાં કેવું રહ્યું પ્રદર્શન?

જો આપણે કમિન્સનો એકંદર T20 રેકોર્ડ જોઈએ તો તે શાનદાર રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં 130 T20 મેચ રમી છે. આ દરમિયાન 721 રન બનાવ્યા છે. કમિન્સે આ ફોર્મેટમાં 3 ફિફ્ટી પણ ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ T20 સ્કોર 66 રન છે. કમિન્સનો બોલિંગમાં પણ સારો રેકોર્ડ છે. તેણે 145 વિકેટ લીધી છે. તેની IPL કારકિર્દી પર નજર કરીએ તો તેણે 42 મેચ રમી છે. આ દરમિયાન 379 રન બનાવ્યા છે. તેણે IPLમાં 45 વિકેટ લીધી છે.

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...