Homeક્રિકેટઆજથી રણજી ટ્રોફી સેમિફાઇનલનો...

આજથી રણજી ટ્રોફી સેમિફાઇનલનો પ્રારંભ

ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલા ભારતીય બેટ્સમેન શ્રેયર ઐયર તામિલનાડુ સામે શનિવારથી રમાનારી રણજી ટ્રોફી સેમિફાઇનલ દ્વારા 41 વખત ચેમ્પિયન બની ચૂકેલી મુંબઇની ટીમ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં પુનરાગમન કરશે ત્યારે તેનો ટાર્ગેટ પોતાની ઉપયોગિતા સાબિત કરવાનો રહેશે.

ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ ઐયરે રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ રમવાનું ટાળ્યું હતું જેના કારણે બીસીસીઆઈએ તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગુમાવવો પડયો હતો. ગ્રોઇનની ઈજામાંથી તે મુક્ત થઈ ચૂક્યો છે. તામિલનાડુના સ્પિન એટેક સામે મુંબઇની બેટિંગનો મુખ્ય મદાર ઐયર ઉપર રહેશે. સુકાની સાઈ કિશોર 47 તથા અજિત રામ 41 વિકેટ હાંસલ કરી ચૂક્યા છે. મુંબઇ માટે સુકાની અજિંક્ય રહાણેને બાદ કરતાં તમામ બેટ્સમેનોએ ઉપયોગી રન બનાવ્યા છે. રહાણે છ મેચમાં માત્ર એક જ અડધી સદી નોંધાવી શક્યો છે. મુંબઇનો એક પણ બોલર ટોપ-10માં નથી. મોહિત અવસ્થી 32 વિકેટ સાથે 12મા ક્રમાંકે છે. મુંબઇએ ક્વાર્ટર ફાઇનલમાં બરોડા સામે પ્રથમ દાવની લીડના આધારે અંતિમ-4માં પ્રવેશ કર્યો હતો. મુંબઇ માટે મુશીર ખાને અણનમ 203 બનાવ્યા હતા. તેના 10મા તથા 11મા ક્રમાંકના બેટ્સમેન તનુષ કોટિયાન તથા તુષાર દેશપાંડેએ પણ સદી નોંધાવી હતી. તામિલનાડુએ ગયા વર્ષની ચેમ્પિયન સૌરાષ્ટ્રની ટીમને હરાવી હતી. જગદીશને 821 રન બનાવ્યા છે અને તે તામિલનાડુની બેટિંગનો આધારસ્તંભ બન્યો છે. મુંબઇના પૃથ્વી શૉ, શાર્દુલ ઠાકુર તથા શમ્સ મુલાની ઉપર પણ મોટો મદાર રહેશે.

નાગપુરમાં મજબૂત વિદર્ભ સામે મધ્યપ્રદેશ ટકરાશે

નાગપુર : મધ્યપ્રદેશની ટીમ શનિવારથી રમાનારી રણજી ટ્રોફી સેમિફાઇનલ માટે વિદર્ભ સામે મેદાનમાં ઊતરશે ત્યારે આત્મવિશ્વાસથી સભર યજમાન વિદર્ભને તેના ઘરઆંગણે હરાવવી આસાન રહેશે નહીં. બે વખતની ચેમ્પિયન વિદર્ભે વીસીએ સ્ટેડિયમ ખાતે વર્તમાન સિઝનની ચાર મેચ રમી છે અને ત્રણમાં વિજય મેળવ્યો છે. સૌરાષ્ટ્ર સામે તેનો પરાજય થયો હતો. વિદર્ભની તાકાત તેના બેટ્સમેનોનું શાનદાર ફોર્મ રહ્યું છે. સિઝનમાં કરુણ નાયરે 515, ધ્રુવ શોરેએ 496 તથા સુકાની અક્ષય વાડકરે 452 રન બનાવ્યા છે. નાગપુરની પિચ બેટ્સમેનો માટે સ્વર્ગસમી રહી હોવા છતાં વિદર્ભના બે બોલર પેસર આદિત્ય ઠાકરે તથા સ્પિનર આદિત્ય સરવટેએ સંયુક્ત રીતે 68 વિકેટ હાંસલ કરી છે. બીજી તરફ 2022ની ચેમ્પિયન મધ્યપ્રદેશની ટીમે આઠ લીગ મેચમાં ત્રણ વિજય મેળવ્યા છે અને બાકીની મેચોમાં પ્રથમ દાવની સરસાઈના આધારે પોઇન્ટ્સ મેળવ્યા હતા. આંધ્રપ્રદેશ સામેની ક્વાર્ટર ફાઇનલમાં પણ પરાજયના દ્વારે પહોંચ્યા બાદ વિદર્ભની ટીમે ચાર રનથી વિજય હાંસલ કર્યો હતો. વેંકટેશ ઐયર ઉપર તમામની નજર રહેશે જેણે 528 રન બનાવ્યા છે. હિમાંશુ મંત્રીએ 513 તથા યશ દૂબેએ 510 રન બનાવ્યા છે. બોલિંગમાં કુમાર કાર્તિકેય સિઝનમાં 38 વિકેટ ઝડપી ચૂક્યો છે. સ્પિનર સારાંશ જૈને 27 તથા પેસ બોલર કુલવંત ખેજરોલિયાએ 26 વિકેટ હાંસલ કરી છે.

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...