Homeમનોરંજનયામી ગૌતમની ફિલ્મ પર...

યામી ગૌતમની ફિલ્મ પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ

આર્ટિકલ 370ના મેકર્સેને મોટો ઝટકો

આદિત્ય સુહાસ જાંભલેના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘આર્ટિકલ 370’ હાલમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા પહેલા અને પછીનો સમયગાળો દર્શાવે છે. ફિલ્મમાં ઈન્ટેલિજન્સ એજન્ટનો રોલ કરનારી યામી ગૌતમની એક્ટિંગ લોકોને પસંદ આવી રહી છે. આ દરમિયાન તેના મેકર્સેને મોટો ઝટકો લાગ્યો છે. ગલ્ફ દેશોમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

યામી ગૌતમની ફિલ્મ ‘આર્ટિકલ 370’ 23 ફેબ્રુઆરીએ થિયેટરોમાં આવી છે. ફિલ્મને દર્શકોનો સારો રિસપોન્સ પણ મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ યામી ગૌતમની ફિલ્મનો ઉલ્લેખ કર્યો છે. જ્યાં ફિલ્મને લોકોનો પ્રેમ મળી રહ્યો છે. આ દરમિયાન તેના મેકર્સને પણ મોટો ઝટકો લાગ્યો છે. આર્ટિકલ 370ને ગલ્ફ દેશો જેવા કતર, કુવૈત, ઓમાન, સાઉદી અરેબિયામાં પ્રતિબંધ છે.

આ ફિલ્મમાં કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદની સ્થિતિ દર્શાવવામાં આવી છે. 370 હટાવ્યા પછી ત્યાંની સ્થિતિ કેવી હતી, લોકો કેવી રીતે જીવનનિર્વાહ ચલાવતા હતા? આ સાથે આ કલમ હટાવવા માટે કેટલો સંઘર્ષ કરવો પડ્યો, આ બધું યામી ગૌતમની ફિલ્મમાં જોઈ શકાય છે. આ સિવાય ફિલ્મમાં રાજકીય બાબતો પણ જોવા મળે છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના પાત્રો પણ બતાવવામાં આવ્યા છે.

પીએમ મોદીએ કર્યો હતો ઉલ્લેખ

પીએમ મોદીએ ફિલ્મ વિશે કહ્યું હતું કે, ‘મેં સાંભળ્યું છે કે આર્ટિકલ 370 પર એક ફિલ્મ રિલીઝ થવાની છે. આ એક સારી વાત છે. ‘આનાથી લોકોને સાચી માહિતી મળશે.’ પીએમ મોદીની પ્રતિક્રિયા પછી, યામી ગૌતમે તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘પીએમ મોદી પાસેથી ફિલ્મ વિશે સાંભળવું ખૂબ જ સન્માનની વાત છે. હું અને મારી ટીમ તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.’

ફેન્સે કર્યા યામી ગૌતમની એક્ટિંગના ખૂબ વખાણ

‘આર્ટિકલ 370’નું નિર્દેશન આદિત્ય સુહાસ જાંભલેએ કર્યું છે. ફિલ્મમાં યામી ગૌતમે ઈન્ટેલિજન્સ ઓફિસર જુની હક્સરની ભૂમિકા ભજવી છે. તેની એક્ટિંગને ઘણી પસંદ કરવામાં આવી છે. લોકો તેની એક્ટિંગના ખૂબ વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમના સિવાય અરુણ ગોવિલ, પ્રિયમણિ અને ઈરાવતી હર્ષે સહિત અન્ય ઘણા એકટર્સ પણ જોવા મળશે.

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...