Homeક્રિકેટWPL 2024: મુંબઈ ઈન્ડિયન્સનો...

WPL 2024: મુંબઈ ઈન્ડિયન્સનો વિજયરથ આગળ ધપ્યો, ગુજરાતને 5 વિકેટે હરાવ્યું

મુંબઈ ઈન્ડિયન્સે WPL 2024ની તેમની બીજી મેચ પણ જીતી લીધી છે. આ સિઝનમાં મુંબઈની આ સતત બીજી જીત છે. મુંબઈએ સિઝનની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સને રોમાંચક મેચમાં હરાવ્યું હતું, હવે MIએ ગુજરાત જાયન્ટસને પણ 5 વિકેટે હરાવ્યું છે.

આ જીત સાથે મુંબઈએ પોઈન્ટ ટેબલમાં પોતાનું નંબર વન સ્થાન વધુ મજબૂત કરી લીધું છે. હરમનપ્રીત કૌરે આજે ફરી એકવાર મુંબઈ માટે કપ્તાની ઇનિંગ રમી છે. તેણે 41 બોલમાં 46 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય એમેલિયા કેરે પણ કેપ્ટનને સારો સાથ આપ્યો હતો. તેણે 25 બોલમાં 31 રનની ઇનિંગ રમી હતી. આ બંને ખેલાડીઓની શાનદાર બેટિંગના કારણે મુંબઈ ઈન્ડિયન્સે સરળતાથી મેચ જીતી લીધી છે.

એમેલિયા કેરની શાનદાર બોલિંગ

મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ગુજરાત ટાઈટન્સની શરૂઆત સારી રહી ન હતી અને માત્ર 3 રનના સ્કોર પર તેની પ્રથમ વિકેટ પડી ગઈ હતી. આ પછી ગુજરાતે બીજી વિકેટ પણ 11 રનમાં ગુમાવી દીધી હતી. અહીંથી વિકેટ પડવાની પ્રક્રિયા શરૂ થઈ અને અંત સુધી પડતી રહી. ગુજરાતની ટીમ 20 ઓવરની રમત બાદ સ્કોર બોર્ડ પર માત્ર 126 રન જ બનાવી શકી હતી. ગુજરાત માટે તનુજા કંવર અને કેથરીન બ્રાયસે છેલ્લી ક્ષણોમાં ઇનિંગ્સને વધુ સારી રીતે સંભાળી હતી. એમેલિયા કેરે મુંબઈ માટે શાનદાર બોલિંગ કરી છે. તેણે 4 ઓવરમાં 17 રન આપીને 4 વિકેટ લીધી છે. આ સિવાય શબનિમ ઈસ્માઈલે પણ 4 ઓવરમાં 18 રન આપીને 3 વિકેટ ઝડપી છે. જેના કારણે ગુજરાતની ટીમ માત્ર 126 રન બનાવી શકી હતી.

મુંબઈ ઈન્ડિયન્સની શાનદાર શરૂઆત

ગુજરાતના બોલરો પોતાની ટીમને સમયસર વિકેટ આપાવી શક્યા નહોતા, જેના કારણે મુંબઈએ આ ટાર્ગેટ સરળતાથી હાંસલ લીધો હતો. મુંબઈ ઈન્ડિયન્સે આ સિઝનમાં સતત 2 મેચ જીતીને ફરી WPL ટ્રોફી જીતવાનો મજબૂત દાવો કર્યો છે. WPLની પહેલી સિઝન વર્ષ 2023માં રમાઈ હતી, આ સિઝનમાં ટ્રોફી મુંબઈ ઈન્ડિયન્સના નામે હતી, જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન દિલ્હી કેપિટલ્સ હતી. હવે WPLની બીજી સિઝનમાં પણ મુંબઈએ શાનદાર શરૂઆત કરી છે. મુંબઈએ સતત 2 મેચ જીતીને અન્ય ટીમોને ચોંકાવી દીધી છે.

પ્રથમ મેચમાં મુંબઈની દિલધડક જીત

WPL 2024ની પ્રથમ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. આ મેચ મુંબઈ અને દિલ્હી વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ડેબ્યૂ કરનાર સજીવન સજનાએ છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને દિલ્હીના મોંમાંથી જીત છીનવી લીધી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌરને આઉટ કર્યા બાદ એવું લાગી રહ્યું હતું કે હવે મુંબઈની જીત મુશ્કેલ છે. મુંબઈને જીતવા માટે છેલ્લા બોલમાં 5 રનની જરૂર હતી, પરંતુ સજીવન સજનાએ તેની ડેબ્યૂ મેચના પહેલા જ બોલ પર સિક્સ ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી.

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...