Homeમનોરંજનઅલીબાગમાં દસ કરોડની પ્રૉપર્ટી...

અલીબાગમાં દસ કરોડની પ્રૉપર્ટી ખરીદી સુહાનાએ

ફૂડ બ્લૉગર કેમ બનવું છે કાર્તિકને?

કાર્તિક આર્યન ઉમદા ઍક્ટર છે એમાં કોઈ શંકા નથી. હવે તેણે ફૂડ બ્લૉગર બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તે હાલમાં બૅન્ગલોર ગયો હતો અને ત્યાં તેણે સ્વાદિષ્ટ પકવાનોનો સ્વાદ માણ્યો હતો. ત્યાંની ફેમસ રામેશ્વરમ કૅફેમાં તે ગયો હતો અને સાઉથ ઇન્ડિયન ફૂડનો તેણે આનંદ લીધો હતો. એના ફોટો તેણે શૅર કર્યા છે. સાથે જ એક વિડિયો પણ તેણે શૅર કર્યો છે જેમાં તે કન્નડમાં ફિલ્ટર કૉફી માગે છે.

અગાઉ પણ તેણે રસ્તામાં ઊભા રહીને ચાઇનીઝ ફૂડનો આનંદ લીધો હતો. તે સ્વાદિષ્ટ ખાણીપીણીનો શોખીન છે. જોકે ફિલ્મોમાં કોઈ કૅરૅક્ટર ભજવતી વખતે તેને સ્ટ્રિક્ટ ડાયટ અપનાવવી પડે છે. જોકે બૅન્ગલોરમાં તેણે જે પ્રકારે ભોજનનો આસ્વાદ માણ્યો હતો એની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવે છે. એના કેટલાક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિક આર્યને કૅપ્શન આપી હતી, ‘બૅન્ગલોરની આ સ્વાદિષ્ટ અને આઇકૉનિક ઈટરીઝની મુલાકાત લીધા બાદ મને વિચાર આવે છે કે હું ફૂડ બ્લૉગર બની જાઉં.’

અલીબાગમાં દસ કરોડની પ્રૉપર્ટી ખરીદી સુહાનાએ

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાને અલીબાગમાં દસ કરોડ રૂપિયાની પ્રૉપર્ટી ખરીદી છે. અગાઉ પણ તેણે અલીબાગમાં તેર કરોડ રૂપિયામાં ત્રણ મકાનની પ્રૉપર્ટી ખરીદી હતી. ૧.૫ એકરમાં પથરાયેલા એ મકાન માટે તેણે ૭૭.૪૬ લાખ રૂપિયા સ્ટૅમ્પ ડ્યુટી માટે ભર્યા હતા. ૨૦૨૩ની પહેલી જૂને તેના નામે આ પ્રૉપર્ટી રજિસ્ટર કરવામાં આવી હતી. સુહાનાએ ખરીદેલી બન્ને પ્રૉપર્ટી એકબીજાની નજીક આવેલી છે. હવે તેણે જે પ્રૉપર્ટી ખરીદી છે એ ૧.૮ એકરના વિસ્તારમાં ફેલાયેલી છે. ૧૨ ફેબ્રુઆરીએ એની ડીલ ફાઇનલ થઈ હતી. એના માટે સુહાનાએ ૫૭ લાખ રૂપિયા સ્ટૅમ્પ ડ્યુટી ભરી હતી. શાહરુખે પણ અલીબાગમાં એક આલિશાન મૅન્શન ખરીદ્યું છે. વિવિધ સેલિબ્રિટીઝ જેવી કે જુહી ચાવલા, રણવીર સિંહ-દીપિકા પાદુકોણ, સચિન તેન્ડુલકર અને અનુષ્કા શર્માએ પણ અહીં પ્રૉપર્ટી ખરીદી છે.

મહાકાલેશ્વરનાં દર્શન કર્યાં આયુષમાને

આયુષમાન ખુરાનાએ ઉજ્જૈનમાં આવેલા મહાકાલનાં દર્શન કર્યાં છે. બાર જ્યોતિર્લિંગમાંના એક જ્યોતિર્લિંગ એટલે મહાકાલેશ્વર. તેણે પૂજા કરતા અને નંદી બેલના કાનમાં બોલતા ફોટો શૅર કર્યા છે. તેણે બ્લૅક પૅન્ટ પર યલો ટી-શર્ટ પહેર્યું છે. સાથે જ જય મહાકાલ લખેલો સ્ટોલ તેના ગળામાં વીંટાળેલો દેખાય છે. તેણે રુદ્રાક્ષની માળા પણ પહેરી છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આયુષમાને ગ્રેટિટ્યુડ લખ્યું છે.

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...