Homeક્રિકેટજો રૂટે બેઝબોલ સ્ટાઇલ...

જો રૂટે બેઝબોલ સ્ટાઇલ રમત છોડી, ભારત સામે શાનદાર સદી

ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર અને તેટલા જ મહાન કોમેન્ટેટર ઇયાન ચેપલે તાજેતરમાં જ જો રૂટને તેની બેઝબોલ સ્ટાઇલની રમત છોડીને નૈસર્ગિક રમત રમવાની અપીલ કરી હતી અને જાણે તેંમની સલાહનો અમલ કરતો હોય તેમ જો રૂટે શુક્રવારે તેની ઓરિજીનલ રમત દાખવતા ભારત સામે શાનદાર સદી ફટકારી હતી. શુક્રવારથી અહીં શરૂ થયેલી ચોથી ક્રિકેટ ટેસ્ટમાં જો રૂટની સદીની મદદથી ઇંગ્લેન્ડે તેના પ્રથમ દાવમાં મક્કમ રમત રમીને સાત વિકેટે 302 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

એ સમયે જો રૂટ 102 રન સાથે રમતમાં હતો.

રાંચી ખાતે શરૂ થયેલી ટેસ્ટનો પ્રથમ દિવસ રૂટની સાથે સાથે ભારતના નવોદિત ઝડપી બોલર આકાશદીપનો પણ રહ્યો હતો. તો ભારતે ઝડપેલી સાતમાંથી પાંચ વિકેટ ઝડપી બોલરના ફાળે રહી હતી. મોહમ્મદ સિરાઝે ટી બ્રેક બાદ વેધક સ્પેલમાં બે વિકેટ લીધી હતી. જોકે એકંદરે આકાશ દીપ અને જો રૂટ દિવસ દરમિયાન મેદાન મારી ગયા હતા.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો બેન સ્ટોક્સનો નિર્ણય પ્રારંભમાં તો આકાશ દીપે ખોટો પાડી દીધો હતો કેમ કે તેણે ત્રણ પ્રારંભિક વિકેટ ખેરવી દેતાં પ્રવાસી ટીમ એક સમયે ત્રણ વિકેટે 57 રનના સ્કોરે નાજુક સ્થિતિમાં હતી. તેમાં સ્પિનર અશ્વિન અને જાડેજાએ એક એક વિકેટનો ઉમેરો કરતાં લંચ સમયે તો ઇંગ્લેન્ડે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આ તબક્કેથી સાત વિકેટે 302 રનના સ્કોર સુધી ટીમને પહોંચાડવામાં જો રૂટની મક્કમ બેટિંગ જવાબદાર હતી.

સવારનો સમય નિશ્ચિતપણે ભારતનો રહ્યો હતો. દિવસની દસમી ઓવરમાં જ તેણે એક સુંદર સ્વિંગ બોલમાં બેન ડકેટને વિકેટ પાછળ ઝડપાવી દીધો હતો. એ જ ઓવરમાં ઓલિવર પોપ કાંઈ સમજે તે અગાઉ લેગબિફોર થયો હતો. થોડી વાર બાદ ઝેક ક્રોલી અદભૂત સ્વિંગરમાં બોલ્ડ થયો હતો.

લંચ બ્રેક નજીક હતો ત્યારે અત્યાર સુધી ટકી રહેલો જોની બેરસ્ટો સ્પિનર અશ્વિનની બોલિંગમાં લેગબિફોર થયો હતો. પરંતુ સવારના સત્રનો સર્વશ્રેષ્ઠ બોલ રવીન્દ્ર જાડેજાએ ફેંક્યો હતો. અંગ્રેજ ટીમના સુકાની બેન સ્ટોક્સને ફેંકેલો એ બોલ એટલો બધો નીચે રહ્યો હતો કે સ્ટોકસના બૂટની નજીક ટકરાયો હતો. સ્ટોક્સે લેગ બિફોર માટે અમ્પાયરના નિર્ણયની રાહ જોવાની પણ જરૂર રહી ન હતી.

જોકે વિરામ બાદ જો રૂટ અને બેન ફોક્સે લડાયક બેટિંગ કરી હતી. તેમની રમત જોતાં સિરીઝમાં પહેલી વાર ટેસ્ટ મેચને અનુરૂપ બેટિંગ જોવા મળી હતી. બંનેએ પરંપરાગત સ્ટાઇલથી બેટિંગ કરી હતી. ખાસ કરીને જો રૂટે આ ઇનિંગ્સમા માત્ર એક જ વાર રિવર્સ સ્વિપ અને એક વાર પરંપરાગત સ્વિપ શોટ રમ્યા હતા. તે સિવાય તેણે અડિખમ બેટિંગ કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 31મી સદી ફટકારતાં રૂટે 226 બોલની ઇનિંગ્સમાં નવ ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે ટેસ્ટ કારકિર્દીમાં ઘણી ભાગીદારી નોંધાવી હશે પરંતુ બેન ફોક્સ સાથે શુક્રવારે તેણે લગભગ 43 ઓવરમાં ઉમેરેલા

113 રન સર્વશ્રેષ્ટ બની રહેશે. ફોક્સે 126

બોલમાં એક સિક્સર અને ચાર ચોગ્ગા સાથે 47 રન ફટકાર્યા હતા.

આ સિરીઝમાં પહેલી વાર ઇંગ્લેન્ડે એક સેશનમાં (આજે લંચથી ટી) એક પણ વિકેટ ગુમાવી ન હતી. જોકે ટી બ્રેક બાદ મોહમ્મદ સિરાઝે આવીને વેધક સ્પેલ કર્યો હતો જેમાં તેણે ફોક્સ અને ટોમ હાર્ટલી (13) ને આઉટ કર્યા હતા. દિવસની રમતને અંતે રૂટ સાથે ઓલિ રોબિન્સન 31 રન સાથે બેટિંગ કરી રહ્યો હતો.

ભારત માટે પ્રથમ ટેસ્ટ રમી રહેલા આકાશદીપે પ્રશંસનીય બોલિંગ કરીને ત્રણ વિકેટ ઝડપી હતી તો સિરાઝની બે ઉપરાંત અશ્વિન અને જાડેજાને ફાળે એક એક વિકેટ આવી હતી.

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...