Homeમનોરંજન'દંગલ ગર્લ' સુહાની ભટનાગરનું...

‘દંગલ ગર્લ’ સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે અવસાન, અભિનેત્રીના નિધનથી ચાહકો દુ:ખી

સિનેમા જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. આજે એટલે શનિવાર (17 ફેબ્રુઆરી 2024ના રોજ) જાણીતી અભિનેત્રી સુહાની ભટનાગરનું નિધન થયું છે. માત્ર 19 વર્ષની ઉંમરે સુહાનીએ આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું છે. સુહાનીના નિધનના સમાચારથી તેના ચાહકો દુખી છે. લોકો ‘દંગલ’ ગર્લની વાપસીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તેના નિધનના સમાચારે ચાહકોને હચમચાવી દીધા.

મળતી માહિતી મુજબ, ફરીદાબાદની રહેવાસી સુહાની ભટનાગરના મોતનું કારણ આખા શરીરમાં પાણી ભરાઈ જવાને કારણે હોવાનું કહેવાય છે. થોડા સમય પહેલા સુહાનીનો અકસ્માત થયો હતો, જેના કારણે તેના પગમાં ફ્રેક્ચર થયું હતું. સુહાનીએ સારવાર માટે જે દવાઓ લીધી તેની એવી આડઅસર થઈ કે તેનું શરીર ધીમે ધીમે પાણી ભરાઈ ગયું. તે લાંબા સમયથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ હતી.

સુહાની ભટનાગર બોલિવૂડની જાણીતી બાળ કલાકાર હતી. તેને આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘દંગલ’ (2016)થી લાઈમલાઈટ મળી હતી. તેણે આ ફિલ્મમાં જુનિયર બબીતા ​​ફોગટની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તેણે ઘણી ટીવી જાહેરાતોમાં પણ કામ કર્યું હતું.

ફિલ્મ ‘દંગલ’ કર્યા પછી સુહાની ભટનાગર પાસે ફિલ્મોની કતાર લાગી હશે, પરંતુ અભિનેત્રીએ કામમાંથી બ્રેક લેવાનું નક્કી કર્યું હતું. સુહાની પહેલા અભ્યાસ પર ધ્યાન આપવા માંગતી હતી. સુહાનીએ ઘણા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે અભ્યાસ બાદ સિનેમામાં પરત ફરશે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ હતી

સુહાની ભટનાગર 25 નવેમ્બર 2021થી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક્ટિવ નથી. જો કે આ પહેલા તે અવારનવાર તેના ફોટા શેર કરતી હતી. સુહાનીનું ટ્રાન્સફોર્મેશન જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. સુહાનીનો લુક ઘણો બદલાઈ ગયો હતો. તે પહેલા કરતા વધુ ગ્લેમરસ બની ગઈ હતી.

હાલમાં સુહાની ભલે આ દુનિયામાં નથી, પરંતુ ‘દંગલ’માં તેનો રોલ હંમેશા યાદ રહેશે.

Most Popular

More from Author

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો...

છતાંય તમારે ઘ્યાન રાખવું..”🤣😂🤪😅😜😝

હું કહું છું… આ તીન પત્તીની રમતને ઓલમ્પિકમાં સામેલ કરો, ગુજરાતી દર...

હું કંટાળી ગયો છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1...

Read Now

રોહિત : માખી મેડમમાં ગાલ પર બેઠી હતી.😅😝😂😜🤣🤪

સૌરવે મીઠાઈની દુકાન પરથીઅડધો કિલો જલેબી લઈને ખાધી અનેપૈસા આપ્યા વગર જવા લાગ્યો.દુકાનદાર બોલ્યો : અરે જલેબીના પૈસા તો આપ.સૌરવ : પૈસા તો નથી.તેના પર દુકાનદારે પોતાના નોકરોને કહીનેસૌરવની જોરદાર ઘોલાઈ કરાવી.પછી સૌરવે કપડાં અને વાળ સરખા કરતા કહ્યું,આ ભાવમાં બીજી 1 કિલો જલેબી આપી દો.😅😝😂😜🤣🤪 રોહિત કોલેજમાંથી...

OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ધ રાયકર કેસ'...

કેમ માં બાપમાં દમ ન હતો શું?😅😝😂😜🤣🤪

એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.પત્ની : જુવોને,તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.પતિએ તે છોકરાની પાસે જઈને,તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું,પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા,તું આવી રીતે તાકીને જોતો હોત તો,આજે મારો જીવ બચી જાત.😅😝😂😜🤣🤪 છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?.છોકરો :...