Homeધાર્મિકવસંત પંચમીનો તહેવાર કયા...

વસંત પંચમીનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે 13 કે 14 ફેબ્રુઆરી? શુભ મુહૂર્ત નોંધી લો

 સનાતન ધર્મમાં વસંત પંચમીનું વિશેષ મહત્વ છે. આ દિવસે જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. દર વર્ષે માહ માસ સુદ પાચમના રોજ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. માન્યતા અનુસાર, આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાથી સાધક તેમના આશીર્વાદ મેળવે છે અને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે.

પંચાંગ અનુસાર, માહ મહિનાની પાચમની તિથિ 13 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે અને 14 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. આવા સંજોગોમાં લોકો મૂંઝવણમાં છે કે વસંત પંચમીનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે, તો ચાલો તમને જણાવીએ કે વસંત પંચમીનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે?

વસંત પંચમી 2024નો શુભ સમય
પંચાંગ અનુસાર, માહ મહિનાના સુદ પક્ષની પંચમી તિથિ 13 ફેબ્રુઆરીએ બપોરે 02:41 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 14મી ફેબ્રુઆરીએ બપોરે 12:09 વાગ્યે સમાપ્ત થશે. સનાતન ધર્મમાં ઉદય તિથિનું વિશેષ મહત્વ છે. આવી સ્થિતિમાં 14 ફેબ્રુઆરી, બુધવારે વસંત પંચમીની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે, તમે સવારે 07:01 થી બપોરે 12:35 સુધી દેવી સરસ્વતીની પૂજા કરી શકો છો.

વસંત પંચમી પૂજા કરતી વેળાએ આટલું ધ્યાન રાખો

  • વસંત પંચમીના દિવસે સવારે વહેલા ઊઠીને દેવી સરસ્વતીનું ધ્યાન કરીને દિવસની શરૂઆત કરો.
  • આ પછી સ્નાન વગેરે કરો અને પીળા રંગના વસ્ત્રો પહેરો.
  • હવે મંદિરને સાફ કરો અને ગંગાજળનો છંટકાવ કરીને તેને શુદ્ધ કરો.
  • બાજોટ પર પીળા અથવા લાલ કપડું પાથી માતા સરસ્વતીની મૂર્તિ સ્થાપિત કરો અને તેમને પીળા વસ્ત્રો અર્પણ કરો.
  • હવે માતા સરસ્વતીને અક્ષત (ચોખા), ચંદન, પીળા ફૂલ અર્પણ કરી સુગંધીત ધૂપ-દીપ કરો.
  • પદ્ધતિસર માતા સરસ્વતીની પૂજા કરો અને સરસ્વતી વંદનાનો પાઠ કરો. સાથે જ માતા સરસ્વતીના મંત્રોનો જાપ કરો.
  • માતા સરસ્વતીની આરતી કરો.
  • માતા સરસ્વતીને ખીર અને ચણાના લોટના લાડુ ચઢાવો.
  • હવે લોકોમાં પ્રસાદ વહેંચો અને જાતે જ સ્વીકારો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

Most Popular

More from Author

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ...

👱🏻‍♀️પત્નીઃ ક્યુ…? 😅😝😂😜🤣🤪

🧝🏻‍♂️દેવ : હું દરેક જગ્યાએ હોઈ શકતો નથી.તેથી,મેં 🤱🏻માતાની રચના કરી.🧙🏻‍♂️દાનવ...

આ મામલે બીજી વાર વિચારી લો😅😝

એક માણસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.અચાનક જ ભગવાન પ્રગટ થઇ...

Read Now

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ સમસ્યા નથી!હું તો બાદશાહ અકબર છું…બાદશાહને શું સમસ્યા હોય!…સમસ્યા તો મારી બેગમ જોધાબાઇને છે…ડોક્ટર- તેમની શું સમસ્યા છે??દુબેજી- તે પોતાને મિસિસ દુબે સમજે છે!!!😂😂😂 છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે1 કપાસ,1 ફૂટપટ્ટી,2 પેન,2 પેન્સિલ,રબર,સંચો,ધડિયાળ,લિપગ્લોઝ,રૂમાલ અને છોકરોઓખાલી...

વિકેન્ડ પર બાળકો માટે નાસ્તામાં બનાવો પિઝા પરાઠા, જાણો તેની સરળ રેસીપી

બાળકોને રોટલી અને શાક ખાવા માટે આપવામાં આવે તો તેઓ મોઢા બનાવે છે, પરંતુ જો પ્લેટમાં પિઝા મૂકવામાં આવે તો તેને પૂરો કરવામાં એક મિનિટ પણ લાગતી નથી. બાળકો, શું આજકાલ પુખ્ત વયના લોકો પણ પિઝા ખાવાનું પસંદ કરે છે? હવે રોજિંદા બજારમાંથી પિઝા ખરીદવો શક્ય નથી...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ છે!!બાળક- પણ પપ્પા તો કહેતા હતા કેઅહીં મસ્ત ફટાકડીઓ છે!!!!😂😂😂 જ્યારે કોઇ સુંદર યુવતી,બિલકુલ બિન્દાસ થઇનેતમારી બાજુ વાળી સીટ પરઆવીને બેસી જાય તો સમજવું કે… હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર...