Homeરસોઈશિયાળામાં દાળને આપો નવો...

શિયાળામાં દાળને આપો નવો ટ્વિસ્ટ, આ સ્વાદ બનાવશે ડિનરને યાદગાર

મગની દાળ હેલ્થ માટે રહે છે લાભદાયી
પ્રોટીનથી ભરપૂર પાલક પણ આપે છે અનેક ફાયદા
પાલકની અનેક વાનગીઓ ખાધા બાદ ટ્રાય કરો દાળ પાલક
શિયાળાની સીઝનમાં અનેક સારા શાક આવે છે અને તેમાંથી એક પાલક પણ છે. તેનાથી અનેક ટેસ્ટી ડિશ બનાવવામાં આવે છે જેમકે દાળ પાલક, પાલક પનીર, પાલક કટલેટ, પાલક કઢી, પાલક જ્યુસ અને પાલકના પકોડા વગેરે. આ બધું હેલ્ધી હોવાની સાથે ટેસ્ટી પણ હોય છે.

એવામાં તમે પાલકની કેટલીક ટેસ્ટી રેસિપિ બનાવવાનું વિચારી રહ્યા છો તો ડિનરમાં દાળ-પાલક બનાવી શકો છે. ગરમાગરમ રોટલી સાથે તેનું સેવન લાભદાયી રહેશે. તો જાણો સામગ્રી અને બનાવવાની રીત.

સામગ્રી

1 વાટકી મગની દાળ
1 ઝુડી પાલક
1 સુધારેલું ટામેટું
1 ટી સ્પૂન જીરું
1 ટી સ્પૂન હળદર
1 ચમચી હિંગ
1 ટી સ્પૂન લાલ મરચું
3 લાંબા સુધારેલા મરચા
1 બારીક સુધારેલી ડુંગળી
1 ઈંચનો આદુનો ક્રશ કરેલો પલ્પ
8-10 લસણની કળી
મીઠું સ્વાદ અનુસાર
પાણી સ્વાદ અનુસાર
તેલ જરૂરિયાત અનુસાર

બનાવવાની રીત

સૌથી પહેલા પાલકને બરોબર ધોઈને સાફ કરી લો. આ પછી તેને બારીક સુધારો. પછી ગેસ પર કૂકર મૂકો અને તેમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય તો તેમાં જીરું અને હિંગ ઉમેરો, હવે તેમાં મરચા ઉમેરો. મરચાં નાંખ્યા બાદ ડુંગળી, લસણ અને આદુ મિક્સ કરો અને તેને સાંતળો. બરોબર સાંતળી લો પછી તેમાં પાલક મિક્સ કરો. મિશ્રણને 5 મિનિટ સુધી હલાવતા રહો. હવે તેમાં હળદર, લાલ મરચાંનો પાવડર મિક્સ કરો. 2 મિનિટ બાદ મગની દાળ, ટામેટા અને થોડું મીઠું મિક્સ કરી લો. હવે મિશ્રણ ઉકળવા લાગે તો તેમાં થોડું પાણી ઉમેરો અને કૂકર બંધ કરો. 2-3 સીટી લો. આ પછી બધી વરાળ નીકળે ત્યાં સુધી રાહ જુઓ. તમારી પાલક મગની દાળ તૈયાર છે. ઉપરથી ઘી લગાવીને રોટલી સાથે કે ભાત સાથે સર્વ કરો. ડિનરમાં આ ડિશ વધારશે મજા.

Most Popular

More from Author

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ...

👱🏻‍♀️પત્નીઃ ક્યુ…? 😅😝😂😜🤣🤪

🧝🏻‍♂️દેવ : હું દરેક જગ્યાએ હોઈ શકતો નથી.તેથી,મેં 🤱🏻માતાની રચના કરી.🧙🏻‍♂️દાનવ...

આ મામલે બીજી વાર વિચારી લો😅😝

એક માણસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.અચાનક જ ભગવાન પ્રગટ થઇ...

Read Now

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ સમસ્યા નથી!હું તો બાદશાહ અકબર છું…બાદશાહને શું સમસ્યા હોય!…સમસ્યા તો મારી બેગમ જોધાબાઇને છે…ડોક્ટર- તેમની શું સમસ્યા છે??દુબેજી- તે પોતાને મિસિસ દુબે સમજે છે!!!😂😂😂 છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે1 કપાસ,1 ફૂટપટ્ટી,2 પેન,2 પેન્સિલ,રબર,સંચો,ધડિયાળ,લિપગ્લોઝ,રૂમાલ અને છોકરોઓખાલી...

વિકેન્ડ પર બાળકો માટે નાસ્તામાં બનાવો પિઝા પરાઠા, જાણો તેની સરળ રેસીપી

બાળકોને રોટલી અને શાક ખાવા માટે આપવામાં આવે તો તેઓ મોઢા બનાવે છે, પરંતુ જો પ્લેટમાં પિઝા મૂકવામાં આવે તો તેને પૂરો કરવામાં એક મિનિટ પણ લાગતી નથી. બાળકો, શું આજકાલ પુખ્ત વયના લોકો પણ પિઝા ખાવાનું પસંદ કરે છે? હવે રોજિંદા બજારમાંથી પિઝા ખરીદવો શક્ય નથી...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ છે!!બાળક- પણ પપ્પા તો કહેતા હતા કેઅહીં મસ્ત ફટાકડીઓ છે!!!!😂😂😂 જ્યારે કોઇ સુંદર યુવતી,બિલકુલ બિન્દાસ થઇનેતમારી બાજુ વાળી સીટ પરઆવીને બેસી જાય તો સમજવું કે… હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર...