Homeમનોરંજનઅનુષ્કા, ક્રિતિ અને વાણીની...

અનુષ્કા, ક્રિતિ અને વાણીની નવી શરૂઆતઃ આ વર્ષે OTT પર આગમન

કોરોના અને લોકડાઉન બાદ OTT પ્લેટફોર્મ્સની લોકપ્રિયતા વધી છે. અગાઉ નવી ફિલ્મો માત્ર થીયેટરમાં જ રિલીઝ થતી હતી, પરંતુ OTTના કારણે થીયેટર પરની નિર્ભરતા ઘટી છે અને કેટલીક ફિલ્મો તો માત્ર OTT માટે જ બને છે. OTTના વધી રહેલા મહત્ત્વને પારખીને એ-ગ્રેડ સ્ટાર્સ પણ ખચકાટ વગર તેમાં હાજરી આપી રહ્યા છે. 2024ના વર્ષમાં અનુષ્કા શર્મા અને ક્રિતિ સેનનની ફિલ્મો OTT પર સ્ટ્રીમ થવાની છે, જ્યારે વાણી કપૂર અને ઉર્મિલા માંતોડકર જેવી જાણીતી એક્ટ્રેસ સિરીઝના માધ્યમથી OTT પર આગમન કરી રહી છે.

અગાઉના સમયમાં ટેલિવિઝન એક્ટર અને ફિલ્મ સ્ટારને અપાતી ટ્રીટમેન્ટમાં મોટો ફરક રહેતો હતો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટીવી એક્ટરને આઉટ સાઈડર્સ ગણવામાં આવતા હતા. બદલાતા સમયમાં ફિલ્મ સ્ટાર્સે OTTની મદદથી પોતાની વેલ્યુ જાળવી રાખવા મથામણ શરૂ કરી છે.

ઝીરોના ધબડકા બાદ એક્સપ્રેસ શરૂઆત

અનુષ્કા શર્મા અને શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોને બોક્સઓફિસ પર પછડાટ મળી હતી. ઝીરોના ધબડકા પછી શાહરૂખ ખાને પાંચ વર્ષનો બ્રેક લીધો હતો અને અનુષ્કા શર્મા પણ અંગત કારણોસર એક્ટિંગથી દૂર રહી હતી. અનુષ્કાએ 2022ના વર્ષમાં ‘કાલા’માં સ્પેશિયલ સોન્ગમાં હાજરી આપી હતી. પરંતુ અનુષ્કાનો પહેલો OTT પ્રોજેક્ટ ચકડા એક્સપ્રેસ છે. ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન આધારિત આ ફિલ્મમાં અનુષ્કાનો લીડ રોલ છે. 35 વર્ષની અનુષ્કાને ક્રિકેટ જર્સીમાં બોલિંગ કરતા ફોટોગ્રાફ્સ અગાઉ બહાર આવી ચૂક્યા છે. અનુષ્કાની આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.

ક્રિતિ સેનનનો ડબલ પાવર

ન્યૂ એજ એક્ટ્રેસમાં મોખરાનું સ્થાન ધરાવતી ક્રિતિ સેનની આગામી ફિલ્મ તેરી બાતો મૈં એસા ઉલઝા જિયા આ વીકમાં રિલીઝ થઈ રહી છે. આદિપુરુષની નિષ્ફળતાને ભૂલીને ક્રિતિએ આગેકૂચ જારી રાખી છે. ફિલ્મોમાં એક્ટિંગની સાથે ક્રિતિએ પ્રોડક્શનમાં પણ ઝંપલાવ્યું છે. પ્રોડ્યુસર તરીકે ક્રિતિની પહેલી ફિલ્મ દો પત્તી છે. તેમાં ક્રિતિએ એક્ટર અને પ્રોડ્યુસર તરીકે બેવડી જવાબદારી સંભાળી છે. ક્રિતિ સાથે આ ફિલ્મમાં કાજોલ પણ મહત્ત્વના રોલમાં છે.

વાણી કપૂરની પહેલી વેબ સિરીઝ

વાણી કપૂરે ક્રાઈમ થ્રિલર સિરીઝ મંડાલા મર્ડર્સથી OTT પર આગમન કરવાનો નિર્ણય લીધો છે. રાની મુખરજીની ફિલ્મ મર્દાની 2ને ડાયરેક્ટર કરનારા ગોપી પુથરનનું ડાયરેક્શન છે. યશરાજ ફિલ્મ્સ તેના પ્રોડ્યુસર છે. આમ, OTT પર પણ મોટા બેનર અને જાણીતા ફિલ્મ મેકર્સ આવી રહ્યા છે અને તેના કારણે ફિલ્મો જેવા જ મોટા બજેટ સાથે વેબ સિરીઝ બની રહી છે.

ઉર્મિલાનો નવો અવતાર, એક્શન કરશે

90ના દસકાની બોલિવૂડ સ્ટાર ઉર્મિલા માંતોડકર લાંબા સમય સુધી એક્ટિંગથી દૂર રહી છે. કાજોલ અને સુષ્મિતા સેનની જેમ ઉર્મિલાએ પણ કમબેર કર્યું છે. ઉર્મિલાએ થ્રિલર વેબ સિરીઝ તિવારીથી શરૂઆત કરી છે. માતા અને દીકરીના ઈમોશનલ બોન્ડિંગની સાથે થ્રિલર ઘટનાઓ લાવતી આ સિરીઝમાં 49 વર્ષની ઉર્મિલાએ એક્શન પણ કરી છે.

ટીવીની નાગિન બનશે રક્ષક

ઈશ્કબાજથી માંડીને નાગિન 5 સુધી અનેક ટીવી સિરિયલથી જાણીતી બનેલી સુરભી મંદાનાને પહેલો OTT પ્રોજેક્ટ મળ્યો છે. બરુણ સોબતીની વેબ સિરીઝ રક્ષ-ઈન્ડિયાસ બ્રેવસ ચેપ્ટર 2માં તેને મહત્ત્વનો રોલ અપાયો છે. ભારતીય લશ્કરની બહાદુરી અને મિશનને ગર્વ સાથે રજૂ કરતો આ શો એમેઝોન મિનિ ટીવી પર સ્ટ્રીમ થશે. તાજેતરના સમયમાં સુરભી અન્ય કારણોસર પણ ચર્ચામાં છે. સુરભી ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે અને તેણે લગ્નમાં પહેરવા માટેનો મોંઘો ડ્રેસ ફ્રીમાં માગ્યો હતો. ડિઝાઈનરે સુરભી સાથે થયેલી વાતચીતને જાહેર કરી દેતાં સુરભી ચર્ચામાં આવી છે.

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...