Homeરસોઈનહીં સતાવે સાંધાનો દુઃખાવો,...

નહીં સતાવે સાંધાનો દુઃખાવો, જો શિયાળામાં રોજ ખાઈ લેશો આ 1 લાડુ

ઘરે જ સરળતાથી બની જશે આ લાડુ
ગુંદર ગરમ હોવાથી શરીરને આપશે ઠંડી સામે રક્ષણ
શરીરના અનેક દર્દને દૂર કરવામાં લાભદાયી
શિયાળાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે અનેક ઘરોમાં વસાણા અને ગરમ ચીજો બનાવવાની ચર્ચાઓ પણ શરૂ થઇ છે. તો આવો આજે આપણે બનાવીએ ગુંદરના લાડુ. જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે. ઘરના દરેક લોકોને તે ભાવે છે. ગુંદર ગરમ હોવાથી શરીરને ઠંડી સામે રક્ષણ આપે છે.

આ સિવાય તે સાંધાના દર્દમાં પણ રાહત આપવાનું કામ કરે છે. આ લાડુ શિયાળામાં ખાસ ઉપયોગી છે. રોજ બે લાડ઼ુ ખાવાથી હેલ્થ સારી રહે છે. તો નોંધી લો રેસિપિ અને આજે જ બનાવી દો થોડીવારમાં બની જતાં ટેસ્ટી અને હેલ્ધી ગુંદરના લાડુ.

સામગ્રી

1 કપ ઘઉંનો લોટ
પોણો કપ ઘી
1 કપ નારિયેળનું છીણ
100 ગ્રામ ગુંદર
12 નંગ કાજુ
1/4 ચમચી એલચી પાવડર

રીત

પેનમાં સૌ પહેલાં ઘીને ગરમ કરો. તેમાં ગુંદરનો ભૂકો નાંખીને મીડિયમ ગેસ પર શેકી લો. તેને તોડતાં તે આખો ભૂકો થઇ જાય તેવો શેકો. તેને કાઢી લો. બચેલા ઘીમાં લોટ ઉમેરો અને સતત હલાવતા રહીને બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી લોટ શેકો. હવે તેને પણ કાઢી લો. આવશ્યક હોય તો ઘી લો. હવે ગુંદરને લોટમાં મિક્સ કરી દો. તેમાં કાજુ, ઇલાયચી પાવડર મિક્સ કરો. ગુંદરને વેલણથી દબાવીને ભૂકો કરો. તેને કકરો પીસવો. તેને એક બાઉલમાં લો અને લોટનું તમામ મિશ્રણ પણ તેમાં ઉમેરો. નારિયેળનું છીણ એડ કરો. દરેક ચીજોને હળવું ગરમ રહેવા દો. તેના મીડિયમ સાઇઝના લાડુ બનાવો. તૈયાર છે ગુંદરના લાડુ. તે ખૂબ જ ઝડપથી બની જાય છે. તમારે રોજ આ 1 લાડુનું સેવન કરવાનું છે. તે તમારી હેલ્થને શિયાળામાં અને ત્યારબાદ આખું વર્ષ હેલ્ધી રાખવામાં મદદ કરશે.

Most Popular

More from Author

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ...

👱🏻‍♀️પત્નીઃ ક્યુ…? 😅😝😂😜🤣🤪

🧝🏻‍♂️દેવ : હું દરેક જગ્યાએ હોઈ શકતો નથી.તેથી,મેં 🤱🏻માતાની રચના કરી.🧙🏻‍♂️દાનવ...

આ મામલે બીજી વાર વિચારી લો😅😝

એક માણસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.અચાનક જ ભગવાન પ્રગટ થઇ...

Read Now

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ સમસ્યા નથી!હું તો બાદશાહ અકબર છું…બાદશાહને શું સમસ્યા હોય!…સમસ્યા તો મારી બેગમ જોધાબાઇને છે…ડોક્ટર- તેમની શું સમસ્યા છે??દુબેજી- તે પોતાને મિસિસ દુબે સમજે છે!!!😂😂😂 છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે1 કપાસ,1 ફૂટપટ્ટી,2 પેન,2 પેન્સિલ,રબર,સંચો,ધડિયાળ,લિપગ્લોઝ,રૂમાલ અને છોકરોઓખાલી...

વિકેન્ડ પર બાળકો માટે નાસ્તામાં બનાવો પિઝા પરાઠા, જાણો તેની સરળ રેસીપી

બાળકોને રોટલી અને શાક ખાવા માટે આપવામાં આવે તો તેઓ મોઢા બનાવે છે, પરંતુ જો પ્લેટમાં પિઝા મૂકવામાં આવે તો તેને પૂરો કરવામાં એક મિનિટ પણ લાગતી નથી. બાળકો, શું આજકાલ પુખ્ત વયના લોકો પણ પિઝા ખાવાનું પસંદ કરે છે? હવે રોજિંદા બજારમાંથી પિઝા ખરીદવો શક્ય નથી...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ છે!!બાળક- પણ પપ્પા તો કહેતા હતા કેઅહીં મસ્ત ફટાકડીઓ છે!!!!😂😂😂 જ્યારે કોઇ સુંદર યુવતી,બિલકુલ બિન્દાસ થઇનેતમારી બાજુ વાળી સીટ પરઆવીને બેસી જાય તો સમજવું કે… હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર...