Homeમનોરંજનસંગીતા ફોગાટના ડાન્સ પછી...

સંગીતા ફોગાટના ડાન્સ પછી રડવા લાગી મલાઈકા અરોરા, કહ્યું, ‘જે સમયે અમે ભાડાના ઘરમાં રહેતા..’

મલાઈકા અરોરા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં બની રહે છે.
સંગીતા ફોગાટના પર્ફોમન્સ બાદ મલાઈકા રડી પડી હતી.
‘મને યાદ છે કે અમે એક ભાડાના મકાનમાં રહેતા હતા..’ – મલાઈકા
બૉલીવુડની અભિનેત્રી મલાઈકા અરોરા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં બની રહે છે. આ દિવસો માં તેઓ ‘ઝલક’ દિખલા જા’ માં જજ તરીકે નજર આવી રહી છે. આજે મલાઈકા અરોરા પાસે પ્રસિદ્ધિની સાથે અઢળક સંપત્તિ છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેની આર્થિક સ્થિતિ આટલી સારી નહતી.

તેમણે મલાઈકા અરોરાએ બાળપણમાં ખૂબ સંઘર્ષનો સામનો કર્યો છે. મહારાષ્ટ્રના થાણેમાં જન્મેલી મલાઈકા તેના માતા-પિતાના અલગ થયા બાદ બહેન અમૃતા અરોરા અને તેની માતા સાથે ચેમ્બુર રહેવા ગઈ હતી.

વાત એમ છે કે સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શોના નવા એપિસોડમાં, કુસ્તીબાજ સંગીતા ફોગાટે પર્ફોમન્સ કર્યું હતું, જેમાં તેણીએ મજૂરોની દુર્દશાને પ્રકાશિત કરતો એક શક્તિશાળી સંદેશ આપ્યો જેઓ અથાક મહેનત કરીને અન્ય લોકો માટે ઘર બનાવે છે પરંતુ પોતે ઘર વિનાના રહે છે.

આ પર્ફોમન્સ જોયા બાદ મલાઈકા રડી પડી હતી અને કહ્યું, “મને યાદ છે કે અમે એક ભાડાના મકાનમાં રહેતા હતા. અમારી પાસે પોતાનું ઘર નહોતું, અમે ઘણીવાર મજાક કરીએ છીએ કે અમે બાળકો હતા એ સમયે મેચબોક્સમાં રહેતા હતા. મને યાદ છે કે ઘર કેટલું નાનું હતું.’

જૂના દિવસોને યાદ કરતાં મલાઈકાએ કહ્યું કે “એ સમયે ખૂબ જ મુશ્કેલ હતો, હું થોડા પૈસા બચાવીને ઘર ખરીદવા માંગતી હતી અને મેં મારી માતાને તેના વિશે કહ્યું.” તેને સંગીતાના પર્ફોમન્સને જોઇને આગળ કહ્યું, ‘મને તમારો કોન્સેપ્ટ ખૂબ ગમ્યો. મને ખાતરી છે કે ઘણા લોકો પાસે આ ખ્યાલના જુદા જુદા અર્થઘટન છે, પરંતુ તમે જે રીતે તેને રજૂ કર્યું તે એક સુંદર અર્થઘટન હતું.’

આ સિવાય મલાઈકા અરોરા તેની પર્સનલ લાઈફને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બોલિવૂડની સૌથી ચર્ચિત જોડી છે. આ બંનેને ખૂબ ટ્રોલ કરવામાં આવે છે, જ્યારે ફેન્સ પણ મલાઈકા અને અર્જુન પર ઘણો પ્રેમ વરસાવે છે. એવામાં એક મીડિયા રિપોર્ટ અનુસાર બે મહિના પહેલા જ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર એકબીજાથી અલગ થઈ ગયા છે. આ કપલે તેમના સંબંધોમાંથી થોડો બ્રેક લીધો છે અને તેની પાછળનું કારણ લગ્ન હોવાનું કહેવાય રહ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે મલાઈકા અરોરા કે અર્જુન કપૂર બંનેમાંથી કોઈ હજુ લગ્ન માટે તૈયાર નથી. તો કેટલાક મામલામાં અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેઓ સમજી ગયા છે કે અલગ થવું એ ઉકેલ નથી અને જલ્દી જ સાથે આવી શકે છે. જણાવી દઈએ કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપના કોઈ સત્તાવાર સમાચાર સામે આવ્યા નથી.

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...