Homeરસોઈસવારે ઓફિસ જવામાં થઈ...

સવારે ઓફિસ જવામાં થઈ રહ્યું છે મોડું તો 10 મિનિટમાં તૈયાર કરો આ ટેસ્ટી નાસ્તો, નોંધ કરી લો રેસિપી

જો તમારા રસોડામાં કંઈ પણ નથી અને તમારે ઝડપથી કંઈક સ્વાદિષ્ટ નાસ્તો બનાવવો છો, તો તમે મસાલા પુરી ટ્રાય કરી શકો છો. તેને બનાવવામાં માત્ર 10 મિનિટનો સમય લાગશે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે. ખૂબ જ ઓછી સામગ્રી અને ઓછા સમયમાં આ સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર થઈ જશે. શિયાળામાં તે તમને ખૂબ પસંદ પણ આવશે, જે ચાની ચુસ્કીની સાથે સ્વાદને વધુ વધારશે.

તો ચાલો જાણીએ કે, મસાલા પુરી કેવી રીતે બનાવી શકાય છે.

મસાલા પુરી બનાવવા માટેની સામગ્રી

ઘઉંનો લોટ
બારીક સમારેલા લીલા મરચાં
બારીક સમારેલ કોથમીર
અજવાઈન
હળદર
આચાર મસાલો
મીઠું સ્વાદ અનુસાર
તેલ જરૂર મુજબ

મસાલા પુરી બનાવવાની રીત
મસાલા પુરી બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં લોટ લો. તેમાં બારીક સમારેલા લીલા મરચા અને બારીક સમારેલી કોથમીર ઉમેરો. હવે તેમાં હળદર, અજવાઈન, મીઠું અને થોડું તેલ નાખીને બરાબર મિક્સ કરી લો. તમે તેમાં થોડો આચાર મસાલો પણ ઉમેરી શકો છો, જે સ્વાદને વધારશે.

હવે આ બધાને બરાબર મિક્સ કર્યા પછી ધીમે-ધીમે પાણી ઉમેરીને લોટ બાંધો. લોટ વધારે નરમ પણ ન હોવો જોઈએ અને વધારે કઠણ પણ ન હોવો જોઈએ. લોટ બાંધ્યા બાદ તેને 5 મિનિટ માટે ઢાંકીને રાખી દો.

5 મિનિટ પછી હવે તમે લોટને એકવાર ફરી સારી રીતે મસળી લો અને નાના ગોળા બનાવી લો. હવે આ બોલ્સને રોલ કરો. એક કડાઈમાં તેલ ગરમ કરો અને પછી બધી પુરીઓને સોનેરી થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.

તૈયાર છે તમારી ગરમા ગરમ મસાલા પુરી. આ મસાલા પુરીને ચા અથવા પછી તમારી મનપસંદ ચટણીની સાથે સર્વ કરો.

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...