Homeક્રિકેટરોહિત શર્માએ ટી20 ક્રિકેટમાં...

રોહિત શર્માએ ટી20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, આવું કરનાર દુનિયાનો પહેલો ખેલાડી બન્યો

અફઘાનિસ્તાન સામેની બીજી ટી20 મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પહેલી ટી20 મેચ જીત્યા બાદ ભારત બીજી મેચ જીતીને સીરીઝ પર કબજો કરવાનો પ્રયાસ કરશે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી બીજી ટી20 મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં પરત ફર્યો છે.
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામે ટોસ જીતીને ઈતિહાસ રચ્યો છે.

રોહિત શર્મા ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 150 ટી20 મેચ રમનાર પહેલો પુરૂષ ક્રિકેટર બની ગયો છે. આ પહેલા દુનિયાનો કોઈ ક્રિકેટર ટી20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં આટલી મેચ રમ્યો નથી.

અફઘાનિસ્તાન સામે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. રોહિત શર્મા 150 ટી20 મેચ રમનાર પહેલો ખેલાડી બની ગયો છે. આ પહેલા દુનિયાનો કોઈ ખેલાડી આ ફોર્મેટમાં આટલી મેચો રમી શક્યો ન હતો.

આ લિસ્ટમાં પોલ સ્ટર્લિંગ બીજા સ્થાને છે. આ આયરલેન્ડના ખેલાડીએ તેના કરિયરમાં કુલ 134 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી છે.

રોહિત શર્માના ટી20 કરિયરની વાત કરીએ તો રોહિત શર્માએ અત્યાર સુધી 141 ટી20 ઇનિંગ્સમાં 3853 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને ચાર સદી પણ ફટકારી છે. ભારતીય ટીમે વર્ષ 2024માં ટી 20 વર્લ્ડ કપ રમવાનો છે.

ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ વધુ સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ ભારતીય ટી20માં પરત ફરી શકે છે. આ બંને ખેલાડીઓ છેલ્લે 2022 ટી20 વર્લ્ડ કપમાં રમતા જોવા મળ્યા હતા.

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...