Homeક્રિકેટઅફઘાનિસ્તાનને મોટો ઝટકો, ભારત...

અફઘાનિસ્તાનને મોટો ઝટકો, ભારત સામેની સિરીઝમાંથી રાશિદ ખાન થયો બહાર

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 11 જાન્યુઆરીથી ત્રણ મેચની T20 સિરીઝ રમાશે. આ સિરીઝ પહેલા અફઘાનિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો અનુભવી ખેલાડી રાશિદ ખાન આખી સિરીઝમાંથી બહાર થઇ ગયો છે. રિપોર્ટ્સ અનુસાર રાશિદ આખી સિરીઝમાં ભાગ લઈ શકશે નહીં.

રાશિદ ઇજાગ્રસ્ત હતો માનવામાં આવતું હતુ કે તે સ્વસ્થ થઈ જશે પરંતું હજુ સુધી ફિટ થઈ શક્યો નથી.

થોડા સમય પહેલા કરાવી સર્જરી

ઉલ્લેખનિય છેકે રાશિદે થોડા સમય પહેલા સર્જરી કરાવી હતી. તે સંપૂર્ણપણે ફીટ થઈ શક્યો નથી. એક સમાચાર અનુસાર અફઘાનિસ્તાનના કેપ્ટન ઈબ્રાહિમ ઝદરાને કહ્યું કે રાશિદ સિરીઝમાંથી બહાર છે. તેઓ સંપૂર્ણ રીતે ફીટ નથી. રાશિદ હાલમાં રિહેબમાંથી પસાર થઈ રહ્યો છે. અફઘાનિસ્તાનના સુકાની ઝદરાનનું કહેવું છે કે રાશિદ સિવાય ટીમમાં એવા કેટલાક ખેલાડીઓ છે જેના પર વિશ્વાસ કરી શકાય.

રાશિદને નહોતો બનાવ્યો કેપ્ટન

અફઘાનિસ્તાને ટી20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરતી વખતે રાશિદને કેપ્ટન નહોતો બનાવ્યો. આ અંગે મેનેજમેન્ટને પહેલેથી જ શંકા હતી. અફઘાનિસ્તાને બોલિંગ આક્રમણમાં નૂર અહેમદ, નવીન-ઉલ હક, ફરીદ અહેમદ મલિક, ફઝલહક ફારૂકી, મુજીબ-ઉર-રહેમાન અને મોહમ્મદ સલીમનો સમાવેશ કર્યો છે. મુજીબે ઘણી વખત સારી બોલિંગ કરી છે. નવીન અને નૂર પાસે પણ અનુભવ છે. જોકે, ભારતને પડકાર આપવો તેમના માટે આસાન નહીં હોય.

મોહાલીમાં રમાશે પ્રથમ મેચ

નોંધનીય છે કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20 સિરીઝની પ્રથમ મેચ મોહાલીમાં રમાશે. આ મેચ 11 જાન્યુઆરીએ રમાશે. આ પછી 14 જાન્યુઆરીએ ઈન્દોરમાં મેચ રમાશે. આ સિરીઝની છેલ્લી મેચ 17 જાન્યુઆરીએ બેંગ્લોરમાં રમાશે. ભારતે આ સિરીઝ માટે રોહિત શર્માને કેપ્ટન બનાવ્યો છે. રોહિતની સાથે વિરાટ કોહલી પણ ટીમ ઈન્ડિયાનો હિસ્સો છે. રિંકુ સિંહ, શિવમ દુબે અને વોશિંગ્ટન સુંદરને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...