Homeમનોરંજનરણવીર સિંઘે બાફ્યું, વાત...

રણવીર સિંઘે બાફ્યું, વાત ભારતની પણ ફોટો ભળતો મૂક્યો

મૉલદીવ્ઝ અને લક્ષદ્વીપને લઈને અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. સતત
સોશિયલ મીડિયા
પર લોકઑ લક્ષદ્વીપની સરાહના કરી રહ્યા છે અને મૉલદીવ્ઝનો બહિષ્કાર કરી રહ્યા છે. હવે તો ઘણી બૉલીવુડ હસ્તીઓ પણ મૉલદીવ્ઝ વિરુદ્ધ અને ભારતના સમર્થનમાં પોતાના વિચારો વ્યક્ત કરી રહી છે. હવે, અભિનેતા રણવીર સિંહે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

જો કે, ભારતની તરફેણમાં વાત કરતાં હોઇ તેણે એક ભૂલ કરી હતી જેના માટે તેને ટ્રોલ કરવામાં આવ્યો છે.

મૉલદીવ્ઝ અને લક્ષદ્વીપનો મુદ્દો (Lakshadweep vs Maldives) હાલ ખૂબ જ ચાલી રહ્યો છે. બોલિવૂડના ઘણા સ્ટાર્સ ભારતના સમર્થનમાં મૉલદીવ્ઝ વિરુદ્ધ બોલ્યા છે. મૉલદીવ્ઝ અને લક્ષદ્વીપ વિવાદ પર બી-ટાઉન સ્ટાર્સ ઉપરાંત અન્ય મોટી હસ્તીઓએ પણ પ્રતિક્રિયા આપી છે. આ લડાઈમાં રણવીર સિંહ પણ કૂદી પડ્યો છે.

શું કહ્યું રણવીર સિંહે?

રણવીર સિંહે
મૉલદીવ્ઝ વિરુદ્ધ લક્ષદ્વીપ (Lakshadweep vs Maldives) મુદ્દે વાત કરી હતી. મૉલદીવ્ઝને લઈને મામલો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે તે જગ્યાનો બહિષ્કાર કરવાની માંગણી થવા લાગી છે. આ બધાની વચ્ચે અભિનેતા રણવીર સિંહે ભારત વિશે એક સુંદર વાત કહી છે. જો કે આ પહેલા તેણે એક ટ્વીટ કર્યું જેના માટે તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો.

રણવીરે એવી કઈ ભૂલ કરી કે એને ટ્રોલ કરવામાં આવ્યો?

તમને જણાવી દઈએ કે રણવીરે લેટ્સ સી ઈન્ડિયા હેશટેગ સાથે એક ફોટો પોસ્ટ કર્યો હતો. જો કે, તેણે ભૂલ એ કરી કે તેણે લક્ષદ્વીપની જગ્યાએ મૉલદીવ્ઝનો ફોટો પોસ્ટ કરી દીધો હતો. ત્યારબાદ આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ ગઈ હતી. જોકે, રણવીરે આ બાબતનું ધ્યાન જતાં જ પોતાની આ પોસ્ટ ડિલીટ કરી લીધી હતી અને ફરીથી ટ્વિટ કર્યું હતું.

લોકોએ કરી ભતભાતની કમેન્ટસ

એક યુઝરે તો લખ્યું હતું કે, જો તમે પોસ્ટ ડિલીટ પણ કરી દેશો તો હવે શું થશે રણવીર ભાઈ? બધાએ સ્ક્રીનશોટ લઈ લીધો છે... પૂરી રકમ નહીં મળે હવે તો’ તો વળી બીજો કોઈ લખે છે કેભારતને જુઓ કહ્યા પછી તેણે મૉલદીવ્ઝનો ફોટો મૂક્યો.`

ઉદ્યોગસાહસિક અને શાર્ક ટેન્ક ઈન્ડિયાના ભૂતપૂર્વ ન્યાયાધીશ અશ્નીર ગ્રોવરે અભિનેતા રણવીરની આ પોસ્ટને લઈને આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ લખ્યું હતું કે, “કેટલાક મૂવી સ્ટાર છે, જે હવે ભારતીય ટાપુઓની મુલાકાત લેવા માટે લક્ષદ્વીપ ક્યાં છે તે જાણ્યા વિના વાયરલ સંદેશને કોપી-પેસ્ટ કરી રહ્યા છે.”

તમને જણાવી દઈએ કે PM મોદીની લક્ષદ્વીપ મુલાકાત બાદ મૉલદીવ્ઝના એક મંત્રીએ તેમના વિશે વાંધાજનક પોસ્ટ કરી હતી. જે બાદ ઘણા બોલિવૂડ સેલેબ્સ ડોમેસ્ટિક ટુરિઝમને સપોર્ટ કરતા અને મૉલદીવ્ઝનો બહિષ્કાર કરતા જોવા મળ્યા હતા.

પીએમ નરેન્દ્ર મોદી
એ લક્ષદ્વીપની તસવીરો શૅર કરી હતી. જ્યારે તેઓ 2 જાન્યુઆરીએ લક્ષદ્વીપ ગયા હતા. ત્યારે તેઓએ ત્યાંના સુંદર બીચની તસવીરો શૅર કરી હતી. એટલું જ નહીં તેઓએ પોતાના અદ્ભુત અનુભવ વિશે પણ જણાવ્યું હતું. તેઓએ ત્યાં સ્નોર્કલિંગ પણ કર્યું હતું. પીએમ મોદીના આ પોસ્ટ પછી જ લક્ષદ્વીપ અને મૉલદીવ્ઝનો મુદ્દો ચર્ચાવા લાગ્યો હતો.

Most Popular

More from Author

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ...

👱🏻‍♀️પત્નીઃ ક્યુ…? 😅😝😂😜🤣🤪

🧝🏻‍♂️દેવ : હું દરેક જગ્યાએ હોઈ શકતો નથી.તેથી,મેં 🤱🏻માતાની રચના કરી.🧙🏻‍♂️દાનવ...

આ મામલે બીજી વાર વિચારી લો😅😝

એક માણસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.અચાનક જ ભગવાન પ્રગટ થઇ...

Read Now

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ સમસ્યા નથી!હું તો બાદશાહ અકબર છું…બાદશાહને શું સમસ્યા હોય!…સમસ્યા તો મારી બેગમ જોધાબાઇને છે…ડોક્ટર- તેમની શું સમસ્યા છે??દુબેજી- તે પોતાને મિસિસ દુબે સમજે છે!!!😂😂😂 છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે1 કપાસ,1 ફૂટપટ્ટી,2 પેન,2 પેન્સિલ,રબર,સંચો,ધડિયાળ,લિપગ્લોઝ,રૂમાલ અને છોકરોઓખાલી...

વિકેન્ડ પર બાળકો માટે નાસ્તામાં બનાવો પિઝા પરાઠા, જાણો તેની સરળ રેસીપી

બાળકોને રોટલી અને શાક ખાવા માટે આપવામાં આવે તો તેઓ મોઢા બનાવે છે, પરંતુ જો પ્લેટમાં પિઝા મૂકવામાં આવે તો તેને પૂરો કરવામાં એક મિનિટ પણ લાગતી નથી. બાળકો, શું આજકાલ પુખ્ત વયના લોકો પણ પિઝા ખાવાનું પસંદ કરે છે? હવે રોજિંદા બજારમાંથી પિઝા ખરીદવો શક્ય નથી...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ છે!!બાળક- પણ પપ્પા તો કહેતા હતા કેઅહીં મસ્ત ફટાકડીઓ છે!!!!😂😂😂 જ્યારે કોઇ સુંદર યુવતી,બિલકુલ બિન્દાસ થઇનેતમારી બાજુ વાળી સીટ પરઆવીને બેસી જાય તો સમજવું કે… હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર...