IND vs SA 3 Day: સાઉથ આફ્રિકાની ઈનિંગ શરૂ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી સેન્ચુરિયન ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે તેના પ્રથમ દાવમાં 10 વિકેટ ગુમાવીને 245 રન બનાવ્યા હતા.

જવાબમાં સાઉથ આફ્રિકાએ બીજા દિવસની રમત પૂરી થતાં સુધીમાં 11 રનની લીડ મેળવી લીધી હતી. અત્યાર સુધી સાઉથ આફ્રિકાએ 5 વિકેટના નુકસાન પર 256 રન બનાવ્યા છે.

સાઉથ આફ્રિકાની ઈનિંગ

સેન્ચુરિયનમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે. ભારતીય કપ્તાને જસપ્રીત બુમરાહને ઓવર સોંપી છે. સાઉથ આફ્રિકા તરફથી ડીન એલ્ગર અને માર્કો જેન્સન બેટિંગ કરી રહ્યા છે.

બીજા દિવસની રમત સમાપ્ત

સેન્ચુરિયન ટેસ્ટના બીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાએ ભારતીય ટીમ સામે 11 રનની લીડ મેળવી લીધી છે. ખરાબ લાઇટના કારણે મેચ રોકી દેવામાં આવી હતી. બીજા દિવસે દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટ ગુમાવીને 256 રન બનાવી લીધા છે. સાઉથ આફ્રિકા તરફથી ડીન એલ્ગર 140 રન બનાવીને અણનમ છે. ભારતીય બોલરોની વાત કરીયે તો જસપ્રીત બૂમરાહ અને મોહમ્મદ સિરાજ 2-2 વિકેટ લેવામાં સફળ રહ્યાં હતા, તથા પ્રસિદ્ધ ક્રિષ્નાને પણ 1 વિકેટ મળી હતી

ભારતનો પ્રથમ દાવ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી સેન્ચુરિયન ટેસ્ટની પ્રથમ ઈનિંગ પૂર્ણ થઈ છે. ટોસ હારીને પ્રથન બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 67.4 ઓવરમાં 245 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આ મેચમાં કેએલ રાહુલ સિવાય અન્ય બેટ્સમેનો આફ્રિકન બોલરોની સામે રન માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. છઠ્ઠા સ્થાને બેટિંગ કરતી વખતે કેએલ રાહુલે 137 બોલમાં અણનમ 101 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 14 ફોર અને 4 સિકસ ફટકારી હતી. કેપ્ટન રોહિત શર્મા 05, શુભમન ગિલ 02 અને યશસ્વી જયસ્વાલ 17 રન બનાવીને આઉટ થયા હતા. માત્ર 24 રનમાં ત્રણ વિકેટ પડી ગયા બાદ વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે ઇનિંગ સંભાળી હતી. આ પછી બીજા સેશનની પહેલી જ ઓવરમાં ઐયર આઉટ થયો હતો. તેણે 50 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 31 રન બનાવ્યા હતા. રબાડાએ અય્યરને બોલ્ડ આઉટ કર્યો હતો. આ પછી રબાડાએ કિંગ કોહલીને પણ આઉટ કર્યો હતો. કોહલીએ 5 ફોરની મદદથી 38 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો કગીસો રબાડાને 5 સફળતા મળી છે. જ્યારે ડેબ્યૂ કરનાર નાંન્દ્રે બર્ગરે 3 વિકેટ ઝડપી છે. ગેરાલ્ડ કોએત્ઝી અને માર્કો જેન્સનને 1-1 વિકેટ મળી છે.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન

સાઉથ આફ્રિકા: ડીન એલ્ગર, એડન માર્કરામ, ટોની ડી જોર્ઝી, ટેમ્બા બાવુમા (કેપ્ટન), કીગન પીટરસન, ડેવિડ બેડિંગહામ, કાઈલ વેરેન, માર્કો યાન્સન, ગેરાલ્ડ કોએત્ઝી, કગીસો રબાડા, નાન્દ્રે બર્ગર

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા

Most Popular

More from Author

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ...

👱🏻‍♀️પત્નીઃ ક્યુ…? 😅😝😂😜🤣🤪

🧝🏻‍♂️દેવ : હું દરેક જગ્યાએ હોઈ શકતો નથી.તેથી,મેં 🤱🏻માતાની રચના કરી.🧙🏻‍♂️દાનવ...

આ મામલે બીજી વાર વિચારી લો😅😝

એક માણસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.અચાનક જ ભગવાન પ્રગટ થઇ...

Read Now

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ સમસ્યા નથી!હું તો બાદશાહ અકબર છું…બાદશાહને શું સમસ્યા હોય!…સમસ્યા તો મારી બેગમ જોધાબાઇને છે…ડોક્ટર- તેમની શું સમસ્યા છે??દુબેજી- તે પોતાને મિસિસ દુબે સમજે છે!!!😂😂😂 છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે1 કપાસ,1 ફૂટપટ્ટી,2 પેન,2 પેન્સિલ,રબર,સંચો,ધડિયાળ,લિપગ્લોઝ,રૂમાલ અને છોકરોઓખાલી...

વિકેન્ડ પર બાળકો માટે નાસ્તામાં બનાવો પિઝા પરાઠા, જાણો તેની સરળ રેસીપી

બાળકોને રોટલી અને શાક ખાવા માટે આપવામાં આવે તો તેઓ મોઢા બનાવે છે, પરંતુ જો પ્લેટમાં પિઝા મૂકવામાં આવે તો તેને પૂરો કરવામાં એક મિનિટ પણ લાગતી નથી. બાળકો, શું આજકાલ પુખ્ત વયના લોકો પણ પિઝા ખાવાનું પસંદ કરે છે? હવે રોજિંદા બજારમાંથી પિઝા ખરીદવો શક્ય નથી...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ છે!!બાળક- પણ પપ્પા તો કહેતા હતા કેઅહીં મસ્ત ફટાકડીઓ છે!!!!😂😂😂 જ્યારે કોઇ સુંદર યુવતી,બિલકુલ બિન્દાસ થઇનેતમારી બાજુ વાળી સીટ પરઆવીને બેસી જાય તો સમજવું કે… હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર...