Homeક્રિકેટઆઈપીએલ 2024 મિનિ ઓક્શન:...

આઈપીએલ 2024 મિનિ ઓક્શન: 333 ખેલાડીઓની લાગશે બોલી

આઈપીએલ 2024 માટે મીની ઓક્શન યોજાવા જઈ રહ્યું છે. 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાવા જઈ રહેલા આ ઓક્શનમાં ઘણા ખેલાડીઓ પર ફેન્સની નજર છે. આ ઓક્શન દુબઈમાં કોલા કોલા એરેનામાં બપોરે 1:00 વાગ્યાથી શરુ થશે આઈપીએલ 2024 માટે તમામ 10 ટીમોના કુલ 77 ખેલાડીઓ બાકી છે. તમામ ફ્રેન્ચાઈઝી આ જગ્યાઓ માટે ખેલાડીઓ પર બોલી લગાવશે. આ ઓક્શનમાં 23 ખેલાડીઓની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે જયારે 13 ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 1.5 કરોડ રૂપિયા છે.

આ ખેલાડીઓ પર શરૂઆતમાં જ બોલી લગાવવામાં આવશે. આજે ઓક્શનમાં 333 ખેલાડીઓની બોલી લગાવવામાં આવનાર છે. જેમાંથી માત્ર 77 ખેલાડીઓને જ ટીમો દ્વારા ખરીદવામાં આવશે.

આઈપીએલ 2024ની મીની બિડમાં ભારત અને વિદેશના ઘણા ક્રિકેટરોના ભાવિનો નિર્ણય થવા જઈ રહ્યો છે. દુબઈમાં યોજાનારી બિડિંગમાં 10 ટીમો રૂ. 262.95 કરોડની રકમ સાથે ભાગ લેશે. આ રકમ સાથે, આ ટીમો બોલી માટે ઉપલબ્ધ 333 ક્રિકેટરોમાંથી 77 ખેલાડીઓ પસંદ કરશે. તમામની નજર ગુજરાત ટાઇટન્સ પર રહેશે. તેણે મુંબઈ ઈન્ડિયન્સમાં ગયેલા હાર્દિક પંડ્યાની જગ્યા ભરવાની છે અને તેની પાસે મહત્તમ રકમ 38.15 કરોડ બાકી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ 12 પ્લેયર્સ માટે બોલી લગાવશે તેની પાસે ગુજરાત પછી સૌથી વધુ 32.7 કરોડ રૂપિયા બાકી છે. લખનૌની ટીમ પાસે 10 ટીમોમાં સૌથી ઓછી રકમ 13.2 કરોડ રૂપિયા બાકી છે, જ્યારે તેણે છ ખેલાડીઓ ખરીદવાના બાકી છે.

ગુજરાતની નજર ઓલરાઉન્ડરો પર
ગુજરાત ટાઇટન્સ પાસે રૂ. 38.15 કરોડની બાકી રકમ છે. હાર્દિકની જગ્યા ભરવા માટે ગુજરાત શાર્દુલ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, અઝમતુલ્લા ઓમરઝાઈ જેવા ઓલરાઉન્ડરો પર દાવ લગાવી શકે છે.

લખનૌની નજર કોએત્ઝી અને મદુશંકા પર
લખનઉમાં સૌથી ઓછી રકમ 13.15 કરોડ રૂપિયા છે. તેને ઝડપી બોલરની પણ જરૂર છે. આવી સ્થિતિમાં ગેરાલ્ડ કોએત્ઝી, દિલશાન મદુશંકા, સ્ટાર્ક, હેઝલવુડ પણ તેના રડારમાં હશે. સાઉથ આફ્રિકાના નાન્દ્રે બર્ગર પર પણ દાવ લગાવી શકાય છે.

આરસીબીને પણ વિદેશી ફાસ્ટ બોલરની જરૂર
આરસીબી પાસે રૂ. 23.25 કરોડનું બેલેન્સ છે. વિદેશી બોલર મેળવવા માટે તેઓએ હર્ષલને રૂ. 10.75 કરોડની કિંમતે છોડાવ્યો છે. મો બાબટ આરસીબીના સીઈઓ છે, તેથી ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરો સિવાય ઈંગ્લેન્ડના ગુસ એટક્ધિસ અને રીસ ટોપલી પર પણ નજર રહેશે.

દિલ્હીનું ધ્યાન હર્ષલ પર રહેશે
દિલ્હી કેપિટલ્સ પાસે રૂ. 28.95 કરોડ બાકી છે. હર્ષલ પટેલ સિવાય આ ટીમ શાર્દુલ ઠાકુર, જોશ ઈંગ્લિસ, વાનિંદુ હસરંગ અને સ્થાનિક ક્રિકેટર પ્રિયાંશ રાણા પર દાવ લગાવી શકે છે. ઉપરાંત, યુપી ટી-20 લીગમાં શાનદાર પ્રદર્શન કરનાર સમીર રિઝવી અને સ્વસ્તિક ચિકારા પણ તેની નજરમાં હશે.

ચેન્નાઈની નજર શાર્દુલ પર
ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે રૂ. 31.4 કરોડ બાકી છે. બેન સ્ટોક્સની ગેરહાજરીમાં ધોનીની ટીમ શાર્દુલ ઠાકુર પર 10 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકે છે. અંબાતી રાયડુની જગ્યા ભરવા માટે મનીષ પાંડેને રાખવામાં આવી શકે છે. જોસ હેઝલવુડ પણ તેના રડારમાં હશે. જો કે માર્ચ-એપ્રિલમાં રમશે નહીં.

પંજાબ ઉમેશ પર દાવ લગાવશે
પંજાબ કિંગ્સ પાસે રૂ. 29.10 કરોડ બાકી છે. તેમને ભારતીય ફાસ્ટ બોલરની જરૂર છે. આવી સ્થિતિમાં ઉમેશ યાદવ સિવાય શાર્દુલ ઠાકુર, હર્ષલ પટેલ, રચિન રવિન્દ્ર તેના રડાર પર હશે.

મુંબઈનો અનકેપ્ડ પર દાવ
મુંબઈ ઈન્ડિયન્સ પાસે રૂ. 17.75 કરોડની બાકી રકમ છે. અનકેપ્ડ ભારતીય ક્રિકેટરો તેની નજરમાં હશે. સ્પ્નિર માનવ સુતાર, દર્શન મિસાલ ઉપરાંત રેલ્વેના વાનિન્દુ હસરંગા અને આશુતોષ શર્મા પર પણ દાવ હશે.

હૈદરાબાદને ફાસ્ટ બોલરની જરૂર
સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે 34 કરોડ બાકી છે. તેને વિદેશી ફાસ્ટ બોલરની જરૂર છે. આવી સ્થિતિમાં તેઓ સ્ટાર્ક, હેઝલવુડ, કમિન્સ પર બોલી લગાવી શકે છે.

રાજસ્થાનની નજરે યુવા ક્રિકેટર
રાજસ્થાન રોયલ્સ પાસે 14.5 કરોડ રૂપિયાનું બેલેન્સ છે. આ ટીમ ઘરેલું લીગમાં શાનદાર પ્રદર્શન કરનારા યુવા ક્રિકેટરો પર પણ દાવ લગાવશે.

કોલકાતાને ફાસ્ટ બોલરની જરૂર
કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે રૂ. 32.7 કરોડની બાકી રકમ છે. તેને ઝડપી બોલરોની જરૂર છે. આવી સ્થિતિમાં તેની નજર મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, હર્ષલ પટેલ અને રચિન રવિન્દ્ર પર રહેશે.

મલ્લિકા સાગર આઈપીએલમાં બોલી લગાવનાર પ્રથમ મહિલા
આઈપીએલની હરાજી પ્રથમ વખત વિદેશમાં થશે. મલ્લિકા સાગર આઈપીએલમાં બોલી લગાવનાર પ્રથમ મહિલા બનશે. તે હ્યુ એડમ્સની જગ્યા લેશે. તેણે વિમેન્સ પ્રીમિયર લીગ માટે પણ બોલી લગાવી હતી. બેન સ્ટોક્સ, જો રૂટ, જોફ્રા આર્ચર, કેદાર જાધવ, શાકિબ અલ હસન અને લિટન દાસ જેવા લોકપ્રિય ખેલાડીઓ હરાજીમાં જોવા મળશે નહીં. ઓક્શનની હરાજી કરનાર મહિલાનું નામ મલ્લિકા સાગર છે. જેણે તાજેતરમાં વુમન્સ પ્રીમિયર લીગમાં હરાજી કરનારની ભૂમિકા ભજવી હતી. છેલ્લી 2023ની હરાજીમાં હ્યુજીસ એડવડ્ર્સે હરાજી કરનારની ભૂમિકા ભજવી હતી. મલ્લિકા આ વખતે એડમીડ્સનું સ્થાન લેશે.

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...