Homeરસોઈસુરતમાં પ્રખ્યાત છે આ...

સુરતમાં પ્રખ્યાત છે આ વાનગી, રસોડામાં ટ્રાય કરો ન ભૂલાય તેવો સ્વાદ

 • ખમણથી થોડી અલગ રીતે બને છે સુરતી લોચો
 • અનેક સામગ્રીઓનું મિક્ષણ છે આ ટેસ્ટી નાસ્તો
 • સવારમાં હેલ્ધી નાસ્તા માટે બેસ્ટ છે આ ડિશ

દેશભરમાં ગુજરાતી સ્ટ્રીટ ફૂડને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. સુરતી લોચો પણ એક ફેમસ ગુજરાતી સ્ટ્રીટ ફૂડ છે. ગુજરાતી ફૂડના શોખીનો માટે સુરતી લોચો બેસ્ટ છે. સુરતી લોચો ઘરે જ બનાવીને ગમે ત્યારે ખાઈ શકાય છે.

સુરતી લોચો સુરતની ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય નાસ્તો છે. સુરતી લોચો વાટી દાળના ખમણ જેવો હોય છે પરંતુ એને બનાવવાની રીત અલગ છે જેના લીધે એ સ્વાદમાં અલગ લાગે છે. તેને નાસ્તામાં લીલી ચટણી અને મરચા સાથે પીરસવા માં આવે છે.તો જાણઓ ઘરે કેવી રીતે સરળતાથી બનાવી શકાય તેની પરફેક્ટ રેસિપિ.

સુરતી લોચો બનાવવાની સામગ્રી

લોચો બનાવવા

 • 1 કપ ચણાની દાળ
 • 1/3 કપ અડદ ની દાળ
 • 1/3 કપ પૌવા
 • 1-2 ટેબલસ્પૂન દહીં
 • મીઠું સ્વાદાનુસાર
 • 1/2 ટીસ્પૂન હળદર
 • 1/2 ટીસ્પૂન હિંગ
 • 2 ટીસ્પૂન આદુની પેસ્ટ
 • 2 ટીસ્પૂન લીલાં મરચાંની પેસ્ટ
 • 2 ટેબલસ્પૂન તેલ
 • 1 ટીસ્પૂન ઈનો
 • 1 કાંદો બારીક સમારેલો
 • 1 કપ ઝીણી સેવ
 • 3 ટેબલસ્પૂન લીલા ધાણા
 • 1/4 કપ સીંગતેલ
 • 8 તળેલા લીલા મરચા

મસાલો બનાવવા

 • 1 ટીસ્પૂન લાલ મરચું
 • 1 ટીસ્પૂન ચાટ મસાલો
 • 1 ટીસ્પૂન શેકેલા જીરું નો પાવડર
 • 1 ટીસ્પૂન સંચળ
 • 1/2 ટીસ્પૂન કાળા મરીનો પાવડર
 • 1/4 ટીસ્પૂન મીઠું
 • લીલી ચટણી બનાવવા
 • 1/2 કપ લીલા ધાણા
 • 4 લીલા મરચા
 • 4 કળી લસણ
 • 1 ઈંચ આદુનો ટુકડો
 • 2 ટીસ્પૂન લીંબુનો રસ
 • 1 ટીસ્પૂન ખાંડ
 • મીઠું સ્વાદાનુસાર
 • 2 ટેબલસ્પૂન લોચો

બનાવવાની રીત

સૌ પ્રથમ ચણાની દાળ અને અડદની દાળને ધોઈને છ થી આઠ કલાક માટે પલાળી રાખવી. જ્યારે બંને દાળ પલળી જાય ત્યારે પૌંઆને ધોઈ ને એકદમ થોડા પાણીમાં 30 મિનિટ માટે પલાળી રાખવા. હવે દાળ અને પૌંઆને એક મિક્સર જારમાં થોડું પાણી ઉમેરીને વાટી લેવા. આ મિશ્રણને ખૂબ પાતળું નહીં કે ખૂબ જાડું નહીં એ રીત નું થોડું કરકરું રહે એ રીતે વાટવું. હવે તેમાં દહીં અને મીઠું ઉમેરીને ૬ થી ૮ કલાક માટે આથો આવવા દેવો.હવે તેમાં હળદર, હિંગ, આદુની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ અને તેલ ઉમેરીને બરાબર હલાવી લેવું. મિશ્રણ ખૂબ જાડું કે પાતળું ના થઈ જાય એ રીતે પાણી ઉમેરવું. એને ઢોસા ના ખીરા કરતાં થોડું જાડું રાખવું. હવે તેમાં ઈનો ઉમેરીને બરાબર હલાવી લેવું. લોચાનું મિશ્રણ બનાવતી વખતે જ સ્ટીમર ને ગરમ કરવા માટે મૂકી દેવું. ગ્રીસ કરેલી થાળી અથવા બેકિંગ ટીન પણ સ્ટીમ થવા માટે સ્ટીમર માં મૂકી દેવું. હવે તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરીને ઢાંકીને મીડીયમ તાપ પર 30 થી 40 મિનિટ સુધી અથવા તો બરાબર ચડી જાય ત્યાં સુધી થવા દેવું.લોચા નો મસાલો બનાવા માટે બધી સામગ્રીને એક વાડકીમાં ભેગી કરી લેવી અને લોચો પીરસતી વખતે એના ઉપર છાંટી ને પીરસવો. જ્યારે લોચો તૈયાર થઈ જાય ત્યારે એને પાંચ મિનિટ માટે ઠંડો થવા દેવો. હવે તેમાંથી થોડો લોચો લઈને એક પ્લેટમાં મૂકી તેના ઉપર થોડું સિંગ તેલ રેડવું. હવે તેના પર કાંદા, ધાણા અને સેવ ઉમેરવી. છેલ્લે તેના પર તૈયાર કરેલો મસાલો ભભરાવવો.

આ રીતે તૈયાર કરો લીલી ચટણી

લીલી ચટણી બનાવવા માટેની બધી સામગ્રીને એક મિક્સર જારમાં ઉમેરીને થોડું પાણી ઉમેરીને વાટી લેવું. ગરમાગરમ સુરતી લોચા ને તળેલા લીલા મરચા અને લીલી ચટણી સાથે પીરસવો. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે જે ચા કે કોફી સાથે પીરસી શકાય.

Most Popular

More from Author

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ...

👱🏻‍♀️પત્નીઃ ક્યુ…? 😅😝😂😜🤣🤪

🧝🏻‍♂️દેવ : હું દરેક જગ્યાએ હોઈ શકતો નથી.તેથી,મેં 🤱🏻માતાની રચના કરી.🧙🏻‍♂️દાનવ...

આ મામલે બીજી વાર વિચારી લો😅😝

એક માણસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.અચાનક જ ભગવાન પ્રગટ થઇ...

Read Now

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ સમસ્યા નથી!હું તો બાદશાહ અકબર છું…બાદશાહને શું સમસ્યા હોય!…સમસ્યા તો મારી બેગમ જોધાબાઇને છે…ડોક્ટર- તેમની શું સમસ્યા છે??દુબેજી- તે પોતાને મિસિસ દુબે સમજે છે!!!😂😂😂 છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે1 કપાસ,1 ફૂટપટ્ટી,2 પેન,2 પેન્સિલ,રબર,સંચો,ધડિયાળ,લિપગ્લોઝ,રૂમાલ અને છોકરોઓખાલી...

વિકેન્ડ પર બાળકો માટે નાસ્તામાં બનાવો પિઝા પરાઠા, જાણો તેની સરળ રેસીપી

બાળકોને રોટલી અને શાક ખાવા માટે આપવામાં આવે તો તેઓ મોઢા બનાવે છે, પરંતુ જો પ્લેટમાં પિઝા મૂકવામાં આવે તો તેને પૂરો કરવામાં એક મિનિટ પણ લાગતી નથી. બાળકો, શું આજકાલ પુખ્ત વયના લોકો પણ પિઝા ખાવાનું પસંદ કરે છે? હવે રોજિંદા બજારમાંથી પિઝા ખરીદવો શક્ય નથી...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ છે!!બાળક- પણ પપ્પા તો કહેતા હતા કેઅહીં મસ્ત ફટાકડીઓ છે!!!!😂😂😂 જ્યારે કોઇ સુંદર યુવતી,બિલકુલ બિન્દાસ થઇનેતમારી બાજુ વાળી સીટ પરઆવીને બેસી જાય તો સમજવું કે… હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર...