Homeરસોઈઆ રીતે ઘરે જ...

આ રીતે ઘરે જ બનાવો કુલ્હડ પિઝા? ઓવનની પણ નહીં પડે જરૂર

મસાલેદાર વાનગીઓ ખાવાના શોખીનોને હંમેશા કંઈકને કંઈક અલગ ખાવાનું મન થાય છે. જોકે, દરેકનો ફૂડ ટેસ્ટ અલગ-અલગ હોય છે અને કોને શું ખાવું છે, કેવી રીતે ખાવું છે તે માત્ર તેઓ જ નક્કી કરી શકે છે. ફૂડ લવર્સને પિઝા સૌથી વધારે પસંદ હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ વર્ષે ગૂગલ પર પણ કુલ્હડ પિઝા વધારે સર્ચ કરાયા છે.

આ ટેસ્ટી પિઝા તમારે પણ એકવાર જરુર ટ્રાય કરવા જોઈએ. તમે ઘરે પણ આ પિઝાને બનાવી શકો છો. આજે અમે તમારા માટે કુલ્હડ પિઝાની રેસિપી લઈને આવ્યા છીએ. જેને ઓવન વગર પણ તૈયાર કરી શકાય છે. તો ચાલો જાણીએ રેસિપી.

સામગ્રી

અડધો પિઝા બેઝ
2 ચમચી પિઝા સોસ
2 ચમચી ટોમેટો કેચપ
1/2 બારીક સમારેલ કેપ્સીકમ
1/2 બારીક સમારેલી ડુંગળી
50 ગ્રામ ચીઝ ક્યુબ્સ
સ્વાદ મુજબ મીઠું
2 કુલ્હડ
2 ચમચી મકાઈ
ચીલી ફ્લેક્સ
ઓરેગાનો
બનાવવાની રીત
ઓવન વગર કુલ્હડ પિઝા બનાવવા માટે સૌથી પહેલા ચીઝને ક્યુબ્સમાં કાપી લો. પિઝા બેઝના પણ નાના ચોરસ ટુકડા કરી લો. સાથે જ ડુંગળી અને કેપ્સિકમને પણ બારીક સમારી લો.

આ પછી ગેસ પર એક કડાઈ મૂકો અને પછી 2-3 ચમચી તેલ નાખીને તેને ગરમ કરો, તેમાં પિઝા બેઝના નાના-નાના ટુકડા નાખીને ફ્રાય કરો.

જ્યારે તે બ્રાઉન થઈ જાય ત્યારે તેમાં ચીઝ, મકાઈ, બારીક સમારેલી ડુંગળી અને કેપ્સિકમ નાખીને ફ્રાય કરો. 2 મિનિટ પછી તેમાં મીઠું, પીઝા સોસ, કેચઅપ નાખીને મિક્સ કરો. હવે 3-4 મિનીટ ઢાંકી દો, જેથી વરાળને લીધે તે થોડુંક રંધાઈ જાય. તમારું કુલ્હડ પિઝાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે.

હવે આ મિશ્રણને કુલ્હડરમાં ભરો, ઉપરથી ચીઝ છીણીને નાખો. પછી તેની પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખો. તૈયાર છે કુલ્હડ પિઝા.

Most Popular

More from Author

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ...

👱🏻‍♀️પત્નીઃ ક્યુ…? 😅😝😂😜🤣🤪

🧝🏻‍♂️દેવ : હું દરેક જગ્યાએ હોઈ શકતો નથી.તેથી,મેં 🤱🏻માતાની રચના કરી.🧙🏻‍♂️દાનવ...

આ મામલે બીજી વાર વિચારી લો😅😝

એક માણસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.અચાનક જ ભગવાન પ્રગટ થઇ...

Read Now

છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે😂😂😂

દુબેજી માનસિક રોગાનો ડોક્ટર પાસે ગયા.ડોક્ટર- શું સમસ્યા છે??દુબેજી- મને કોઇ સમસ્યા નથી!હું તો બાદશાહ અકબર છું…બાદશાહને શું સમસ્યા હોય!…સમસ્યા તો મારી બેગમ જોધાબાઇને છે…ડોક્ટર- તેમની શું સમસ્યા છે??દુબેજી- તે પોતાને મિસિસ દુબે સમજે છે!!!😂😂😂 છોકરીઓ પરીક્ષા વખતેઆ વસ્તુઓ લઇને જાય છે1 કપાસ,1 ફૂટપટ્ટી,2 પેન,2 પેન્સિલ,રબર,સંચો,ધડિયાળ,લિપગ્લોઝ,રૂમાલ અને છોકરોઓખાલી...

વિકેન્ડ પર બાળકો માટે નાસ્તામાં બનાવો પિઝા પરાઠા, જાણો તેની સરળ રેસીપી

બાળકોને રોટલી અને શાક ખાવા માટે આપવામાં આવે તો તેઓ મોઢા બનાવે છે, પરંતુ જો પ્લેટમાં પિઝા મૂકવામાં આવે તો તેને પૂરો કરવામાં એક મિનિટ પણ લાગતી નથી. બાળકો, શું આજકાલ પુખ્ત વયના લોકો પણ પિઝા ખાવાનું પસંદ કરે છે? હવે રોજિંદા બજારમાંથી પિઝા ખરીદવો શક્ય નથી...

હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂

બાળક- મમ્મી,મારે અહીંથી ફટાકડા લેવા છે!!મમ્મી- નાલાયક,આ ફટાકડાની દુકાન નથીગર્લ્સ હોસ્ટેલ છે!!બાળક- પણ પપ્પા તો કહેતા હતા કેઅહીં મસ્ત ફટાકડીઓ છે!!!!😂😂😂 જ્યારે કોઇ સુંદર યુવતી,બિલકુલ બિન્દાસ થઇનેતમારી બાજુ વાળી સીટ પરઆવીને બેસી જાય તો સમજવું કે… હવે તમે યુવાન નથી રહ્યા!!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર...