Homeરસોઈઆ ટિપ્સની મદદથી બનાવો...

આ ટિપ્સની મદદથી બનાવો સ્વાદિષ્ટ બટાકા-ફૂલકોબીનું શાક, નોંધી લો સરળ રેસિપી

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આ સિઝનમાં લીલા શાકભાજી સારા પ્રમાણમાં મળે છે. તેમાંનું જ એક શાક છે ફૂલકોબી. શિયાળામાં ફૂલકોબીને બટાકાની સાથે સરસ રીતે બનાવવામાં આવે છે. બટાકા ફૂલકોબીને સ્વાદિષ્ટ બનાવે છે. બટાકા-ફૂલકોબીનું શાક રોટલી અને ભાત બંને સાથે ખાવામાં મજા આવે છે.

બટાકા-ફૂલકોબીનું શાક ગ્રેવી અને ડ્રાય એમ બંને રીતે બનાવી શકાય છે.

મોટાભાગના લોકોને ડ્રાય વધુ પસંદ હોય છે. આ શાકમાં વધુ સ્વાદ વધારવા માટે વટાણા-પનીરનો પણ ઉપયોગ કરી શકાય છે.

જો તમે ઘરેથી દૂર અથવા વિદેશમાં રહો છો તો આ આર્ટિકલમાં જણાવવામાં આવેલી ટિપ્સની મદદથી ઘરે જ સ્વાદિષ્ટ બટાકા-ફૂલકોબીનું શાક બનાવી શકો છો. ત્યારે નોંધી લો સ્વાદિષ્ટ બટાકા-ફૂલકોબીનું શાક બનાવવાની રેસિપી.

બટાકા-ફૂલકોબીનું શાક બનાવવા માટેની સામગ્રી

1 મીડિયમ સાઈઝની ફૂલકોબી
3 બટાકા (નાના-નાના કપાયેલા)
2 સમારેલા ટામેટા
અડધી ચમચી લાલ મરચું પાવડર
અડધી ચમચી ગરમ મસાલો
1 ચપટી હીંગ
1 ચમચી જીરું
2 ચમચી કસૂરી મેથી
2 ઈંચ બારીક સમારેલ આદુ
1.5 ચમચી ધાણા પાવડર
1/4 ચમચી હળદર પાવડર
1 નાની ચમચી અજવાઈન
સ્વાદ મુજબ મીઠું

બટાકા-ફૂલકોબીનું શાક બનાવવાની રીત

સૌથી પહેલા બટાકા અને ફૂલકોબીને સારી રીતે સાફ કરીને ધોઈ લો.
ત્યારબાદ બટાકા અને ફૂલકોબીને નાના-નાના ટુકડા કરીને સાઈડ પર મૂકી દો.
ગેસ પર પેનને ગરમ કરવા મૂકી દો.
પેન ગરમ થવા પર તેમાં તેલ ઉમેરીને બટાકા નાખીને થોડા ફ્રાય કરી લો.
બટાકા ફ્રાય થઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢી લો.
હવે જીરું-અજવાઈન ઉમેરીને તડકો લગાવો.
હવે ફૂલકોબી નાખીને ફ્રાય કરો.
ફૂલકોબી લાઈટ બ્રાઉન થાય ત્યારે તેમાં બટાકા પણ નાખી દો.
બંનેને સારી રીતે ફ્રાય કરીને તેમાં હળદર પાવડર, હિંગ, મીઠું, આદુ, લસણ, મેથી અને લાલ મરચું પાવડર જેવા તમામ મસાલા નાખીને તેલ ચડવા લાગે ત્યાં સુધી તળો.
મસાલો શેકાઈ જવા પર અડધો કપ પાણી ઉમેરીને ફૂલકોબી અને બટાકાને પાકવા દો.
ઉકળવા પર ફ્રાય કરેલા બટાકા-ફૂલકોબી અને લીલા ધાણા નાખી મિક્સ કરો અને ઢાંકીને 3-4 મિનિટ માટે રાખો.
તૈયાર છે સ્વાદિષ્ટ બટાકા-ફૂલકોબીનું શાક.

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...