Homeરસોઈઘરે બનાવવા માંગો છો...

ઘરે બનાવવા માંગો છો બજાર જેવી ટેસ્ટી ચોકલેટ કેક? નોંધી લો આ ટિપ્સ

ચોકલેટ કેકનું નામ આવતા જ બાળકોથી લઈને મોટેરાઓ સુધી દરેકના મોઢામાં પાણી આવી જાય છે. કોઈપણ સેલિબ્રેશનને એન્જોય કરવામાં આજકાલ કેક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા લાગી છે. એવામાં આજે અમે કેકની એકદમ સરળ રેસિપી લઈને આવ્યા છીએ. જો તમને ચોકલેટ કેક પસંદ છે પરંતુ તેને કેવી રીતે બનાવવી તે નથી જાણતા તો આજે અમે તમને ચોકલેટ કેક બનાવવાની ખૂબ જ સરળ રેસિપી જણાવીશું.

તેની મદદથી તમે સરળતાથી ચોકલેટ કેક તૈયાર કરી શકો છો.

ચોકલેટ કેક બનાવવા માટેની સામગ્રી
મેદાનો લોટ-1.5 કપ, બેકિંગ પાવડર- 1 ચમચી, ખાવાનો સોડા- 1/2 ચમચી, કોકો પાવડર- 3 ચમચી, ખાંડ- 1 કપ, દૂધ-1 કપ, તેલ-1/2 કપ, વેનીલા એક્સટ્રેક (અર્ક)-1 ચમચી, ઈંડુ-1, ચોકલેટ ચિપ્સ

બનાવવાની રીત
કેક બનાવવા માટે સૌથી પહેલા તમારા ઓવનને 180 ડિગ્રી સેલ્સિયસ પર પ્રી-હીટ કરી દો. આ પછી એક મોટા બાઉલમાં મેંદાનો લોટ, બેકિંગ પાવડર, બેકિંગ સોડા અને કોકો પાવડરને સારી રીતે મિક્સ કરો. આ પછી એક અલગ બાઉલમાં ખાંડ, દૂધ, તેલ, વેનીલા અર્ક અને ઈંડાને નાખીને સારી રીતે મિક્સ કરો. તે ન તો ખૂબ જાડું હોવું જોઈએ અને ન તો ખૂબ પાતળું.

તેને તૈયાર કર્યા બાદ હવે સૂકા અને ભીના મિશ્રણને બરાબર ફેટી લો. ધ્યાન રાખો કે આ મિશ્રણમાં કોઈ ગઠ્ઠો ન પડવો જોઈએ. આ બેટરને તૈયાર કર્યા પછી તેમાં ચોકલેટ ચિપ્સ ઉમેરો.

હવે કેક પેનને તેલ અથવા બટરથી સારી રીતે ગ્રીસ કરો. આ પછી તૈયાર મિશ્રણને કેક પેનમાં રેડો અને પછી તેને ઓવનમાં મૂકો. હવે આ કેકને લગભગ 30-35 મિનિટ માટે બેક કરો. આ સમય પછી એકવાર છરી વડે તપાસો કે કેક પાકી ગઈ છે કે નહીં.

જો બેટર છરીને ચોંટતું ન હોય, તો કેકને બહાર કાઢી લો. આ પછી કેકને ઠંડી થવા દો અને પછી તેને પ્લેટમાં કાઢી લો. તમારી ચોકલેટ કેક તૈયાર છે. ઠંડી થયા પછી તમે તેને બદામ, ચેરી અથવા ચોકલેટ આઈસિંગથી ગાર્નિશ કરી શકો છો.

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...