Homeક્રિકેટરોહિત શર્માની કેપ્ટન્સીને લઈને...

રોહિત શર્માની કેપ્ટન્સીને લઈને સૌરવ ગાંગુલીની ભવિષ્યવાણી, બોલ્યા- મને લાગે છે..

સતત એવા સમાચાર મળી રહ્યા છે કે આગામી વર્ષે અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝમાં થનારા ICC T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની કેપ્ટન્સી રોહિત શર્મા સંભાળશે. રોહિત શર્માએ ICC T20 વર્લ્ડ કપ 2022 બાદ કોઈ T20 ઇન્ટરનેશનલ મેચ રમી નથી. એટલું જ નહીં તે આગામી મહિને દક્ષિણ આફ્રિકામાં થનારી 3 મેચોની T20 ઇન્ટરનેશનલ સીરિઝનો પણ હિસ્સો નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ કહ્યું કે, રોહત અને વિરાટ કોહલી બંનેએ વ્હાઇટ બૉલ ક્રિકેટથી બ્રેક માગ્યો હતો, જેના કારણે બંને વન-ડે અને T20 ઇન્ટરનેશનલ સીરિઝ નહીં રમે.

ભારતીય ટીમનું સ્ક્વોડ સિલેક્શન અને રોહિત શર્માની કેપ્ટન્સીને લઈને પૂર્વ ક્રિકેટર અને BCCI ચીફ સૌરવ ગાંગુલી પોતાના વિચાર રાખ્યા છે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ‘હું આશા રાખું છું અને મને એમ લાગે છે કે રોહિત શર્મા ICC T20 વર્લ્ડ કપ 2024 સુધી કેપ્ટન બન્યો રહેશે. અત્યારે ટીમમાં ઘણા ખેલાડી રમી રહ્યા નથી. સૂર્યા T20ની કેપ્ટન્સી કરી રહ્યો છે. કેએલ રાહુલ વન-ડે ટીમનો કેપ્ટન છે, પરંતુ જ્યારે રોહિત શર્મા ત્રણેય ફોર્મેટમાં રમવા લાગશે તો તેણે ટીમનો કેપ્ટન રહેવું જોઈએ.

રોહિતે વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું, તે એક લીડર છે, મને આશા છે અને મારું એમ માનવું છે કે તે T20 વર્લ્ડ કપ સુધી ભારતીય ટીમનો કેપ્ટન રહી શકે છે. રાહુલ દ્રવિડના હેડ કોચનો કોન્ટ્રાક્ટ વધવાને લઈને સૌરવ ગાંગુલીએ કહ્યું કે, BCCIએ રાહુલ દ્રવિડ પર ભરોસો દેખાડ્યો, એ જોઈને હું જરાય આશ્ચર્યચકિત નથી. વાત હંમેશાંથી એ જ હતી કે તેઓ માનશે કે નહીં. આગામી વર્ષે T20 વર્લ્ડ કપ સુધી રાહુલ દ્રવિડનો હેડ કોચ તરીકે કોન્ટ્રાક્ટ વધારી દેવામાં આવ્યો છે, જે ICC વર્લ્ડ કપ 2023 સાથે જ સમાપ્ત થયો હતો.

દક્ષિણ આફ્રિકન પ્રવાસ માટે ટેસ્ટ સ્ક્વોડમાં અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાને જગ્યા મળી નથી. તેને લઈને સૌરવ ગાંગુલીએ કહ્યું કે, રહાણે અને પૂજારાએ ભારતીય ટીમ માટે ખૂબ સફળતા હાંસલ કરી છે, પરંતુ મને લાગે છે કે સિલેક્ટર્સ ટીમમાં નવા ચહેરા ઈચ્છે છે, એ કંઈક એવું જ છે. અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે હવે તેમનું ટેસ્ટ કરિયર સમાપ્ત થઈ ગયું છે અને ભારતીય ટીમમાં વાપસી માટે તેમના દરવાજા બંધ થઈ ગયા છે.

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...