Homeરસોઈબનાવો હૈદરાબાદી મસાલા પનીર,...

બનાવો હૈદરાબાદી મસાલા પનીર, મહેમાનો આંગળા ચાટતા રહી જશે

સ્વાદિષ્ટ મસાલેદાર પનીર હૈદરાબાદીનું નામ સાંભળતા જ ઘણા લોકોના મોઢામાં પાણી આવી જાય છે. પનીરમાંથી બનેલા મોટાભાગના શાક ખૂબ જ પસંદ કરવામાં આવે છે, હૈદરાબાદી મસાલા પનીર પણ તેમાંથી જ એક છે. ઘરમાં જ્યારે કોઈ મહેમાન આવે છે અને તેમની સામે લંચ કે ડિનરમાં કંઈક સ્પેશિયલ ડિશ બનાવીને સર્વ કરવાની હોય, ત્યારે હૈદરાબાદી મસાલા પનીર એક સારો વિકલ્પ બની શકે છે.

આ ફૂડ ડીશ એક ગ્રેવીવાળી રેસિપી છે અને તેની ગ્રેવીને ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે. જેટલી સારી ગ્રેવી બને છે, પનીરના શાકનો સ્વાદ તેટલો જ વધી જાય છે. હૈદરાબાદી મસાલા પનીર રેસિપીની ખાસિયત એ છે કે તેને બનાવવી બહુ મુશ્કેલ નથી અને તેને દરેક ઉંમરના લોકો પસંદ કરે છે. જો તમે પણ આ રેસિપીને ઘરે ટ્રાય કરવા માંગો છો તો અમારા દ્વારા જણાવવામાં આવેલી રેસિપીને ફોલો કરી શકો છો.

હૈદરાબાદી મસાલા પનીર બનાવવા માટેની સામગ્રી-

 • પનીર – 250 ગ્રામ
 • ડુંગળી – 4
 • લસણ – 1/4 કપ
 • આદુ – 1 નાનો ટુકડો
 • લીલા મરચા – 5
 • કોથમીર – 1 કપ
 • ફુદીનાના પાન – 1 કપ
 • પાણી
 • દહીં – 3/4 કપ
 • તેલ – 1/2 કપ
 • જીરું – 1 ચમચી
 • કાળા મરી – 1/2 ચમચી
 • લવિંગ – 1/4 ચમચી
 • કાળી એલચી – 2
 • તજ – 1
 • આખા લાલ મરચા – 1
 • લીલી એલચી – 6
 • ગરમ પાણી – જરૂર મુજબ
 • ધાણાજીરું પાવડર – 1 ચમચી
 • મીઠું – 1 ચમચી
 • ગરમ મસાલા પાવડર – 1 ચમચી
 • હળદર પાવડર – 1 ચમચી
 • કાળા મરી પાવડર – 1 ચમચી
 • ફ્રેશ ક્રીમ – 1/2 કપ
 • કોથમીર – ગાર્નિશ કરવા માટે
 • કસૂરી મેથી – 1 ચમચી

હૈદરાબાદી મસાલા પનીર બનાવવાની રીત
હૈદરાબાદી મસાલા પનીર બનાવવા માટે સૌથી પહેલા એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં પનીરને ફ્રાય કરી લો. આ પછી તે જ તેલમાં ડુંગળીની છાલ કાઢીને આખી ડુંગળી, લસણની કળી અને લીલા મરચાંને ફ્રાય કરીને અલગ કાઢી લો.

હવે આ બધી વસ્તુઓને મિક્સર કોથમીર, ફુદીનો, આદુ અને દહીંની સાથે સારી રીતે પીસીને તેની પેસ્ટ તૈયાર કરી લો.

ત્યારબાદ કડાઈના તેલમાં લાલ મરચું, જીરું, લવિંગ, તજ, કાળી ઈલાયચી, કાળા મરી અને લીલી ઈલાયચી નાખીને ફ્રાય કરી લો. આ પછી કડાઈમાં ડુંગળી લસણની પેસ્ટ નાખીને કડાઈને ઢાંકીને થોડીવાર મસાલાને ચઢવા દો.

આ પછી કડાઈમાં બાકીના મસાલાને નાખીને સારી રીતે મિક્સ કરી દો. જ્યારે ગ્રેવી બરાબર થઈ જાય એટલે તેમાં પનીર અને ક્રીમ નાખીને પકાવો. હવે હૈદરાબાદી મસાલા પનીરને સમારેલી કોથમીરથી ગાર્નિશ કરો. તમારું ટેસ્ટી હૈદરાબાદી મસાલા પનીરનું શાક તૈયાર છે.

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...