Homeરસોઈઆ સરળ રીતે બનાવો...

આ સરળ રીતે બનાવો મૂળાના પરોઠા, બધાને પસંદ આવશે સ્વાદ

જેમ-જેમ હવામાન હળવું ઠંડુ થવા લાગે છે, તેમ-તેમ પરોઠાનો સ્વાદ અને આનંદ બંને વધી જાય છે. તમે બટાકા, કોબીચ, દૂધી અને મેથીમાંથી બનેલા પરોઠા તો ઘણીવાર ખાધા હશે. પરંતુ આજે અમે તમારી સાથે પરોઠાની એક એવી રેસિપી શેર કરવા જઈ રહ્યા છીએ, જે ન માત્ર ઝડપથી તૈયાર થઈ જાય છે પરંતુ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. જી હાં, આ છે મૂળાના પરોઠા.

મૂળાના પરોઠાનો સ્વાદ બાળકોથી લઈને મોટેરાઓને પસંદ હોય છે. આ પરોઠાની ખાસિયત એ છે કે તે ઝડપથી તૈયાર થઈ જાય છે. તમે આ પરોઠા બાળકોના સ્કૂલના લંચથી લઈને બ્રેકફાસ્ટ માટે પ્લાન કરી શકો છો. તો ચાલો જાણી લઈએ કેવી રીતે બનાવવા મૂળાના પરોઠા.

સામગ્રી
લોટ – 4 કપ, મૂળા – 2 છીણેલા, આદુ – 1 ટુકડો ઝીણું સમારેલું, કોથમીર – સમારેલી 1 ચમચી, મીઠું – સ્વાદ મુજબ, શેકેલું જીરું પાવડર – 1/2 ચમચી, લાલ મરચું પાવડર – 1/2 ચમચી, અજવાઈન – 1/4 ચમચી, લીલા મરચા – 2-3 સમારેલા, ઘી અથવા તેલ – પરોઠા તળવા માટે

બનાવવાની રીત
બજારમાંથી તાજા મૂળા લાવો. તેને સારી રીતે સાફ કરીને છીણી લો. લોટમાં થોડું તેલ અને મીઠું નાખીને મિક્સ કરો. હવે થોડું-થોડું પાણી ઉમેરીને ભેળવી લો. લોટ ખૂબ ઢીલો કે કડક ન ગૂંથો.

હવે આદુ, કોથમીર અને લીલા મરચાને બારીક સમારીને અલગ રાખી દો. છીણેલા મૂળો ઘણું પાણી છોડશે, કારણ કે મૂળામાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. પાણીને સારી રીતે હાથ વડે દબાવીને કાઢી લો નહીંતર પરોઠા બરાબર બનશે નહીં.

હવે તેને એક અલગ વાસણમાં નાખી દો. તેમાં લીલું મરચું, કોથમીર, આદુ, શેકેલું જીરું પાવડર, લાલ મરચું પાવડર, અજવાઈન નાખીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં મીઠું નાખી દો. પરોઠા માટે સ્ટફિંગની સામગ્રી તૈયાર છે. તમે ઈચ્છો તો મૂળાને શેકીને પણ સ્ટફિંગ તૈયાર કરી શકો છો. તેનાથી પાણી પણ સારી રીતે સુકાઈ જશે.

હવે લોટના નાના-નાના બોલ બનાવી લો. એક બોલને હાથ વડે ગોળ બનાવીને વચ્ચે તૈયાર કરેલ મૂળાનું સ્ટફિંગ નાખી દો. તેને સારી રીતે ધીમે-ધીમે વેલણથી ગોળ આકાર વણી લો.

ગેસના ચૂલા પર એક તવો રાખો. જ્યારે તે સારી રીતે ગરમ થઈ જાય, ત્યારે તેની ઉપર વણેલા પરોઠાને નાખીને શેકો. બંને બાજુ ફેરવો અને ઘી અથવા તેલ લગાવીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શકો.

તેવી જ રીતે બધા બધા લોટમાંથી પરોઠા વણીને શેકી લો. તેનો તમે નાસ્તામાં ગરમા-ગરમ મૂળાના પરોઠાને સોસ, લીલી ચટણી, દહીં, અથાણાંની સાથે આનંદ માણી શકો છો.

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...