Homeક્રિકેટ સુનીલ ગાવસ્કરે સચિન સ્ટેશન...

 સુનીલ ગાવસ્કરે સચિન સ્ટેશન પરથી કરી આ પોસ્ટ, તેંડુલકરે કહ્યું

અનેક રેલવે સ્ટેશનોના નામ સાવ જુદા જ પ્રકારના હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં સચિન નામનું રેલવે સ્ટેશન પણ આવેલું છે. પૂર્વ ઓપનિંગ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે તેઓનો એક ફોટો શૅર કર્યો છે, જેમાં તેઓ એક રેલવે સ્ટેશન પર ઊભા છે. અને આ રેલવે સ્ટેશનનું નામ ‘સચિન’ (એમ લખેલું દેખાઈ રહ્યું છે.

તમને જણાવી દઈએ કે આ રેલવે સ્ટેશનનું નામ ક્રિકેટર સચિન તેંડુલકરના નામની યાદ અપાવે છે. એટલા માટે જ ગાવસ્કરે આ પોસ્ટ શૅર કરી છે.

આ સાથે તેઓએ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને પણ યાદ કર્યો છે. વાસ્તવમાં, ગાવસ્કરે આ પોસ્ટ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શૅર કરી છે. એટલું જ નહીં ભારતીય ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે પણ આ પોસ્ટ પર પોતાની ટિપ્પણી કરી છે. આ પોસ્ટ જોયા બાદ ચાહકો પણ જુદા-જુદા પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

સચિન તેંડુલકરે આ પોસ્ટ પર શું ટિપ્પણી કરી?

ટીમ ઈન્ડિયા માટે 2 દાયકાથી વધુ સમયથી ક્રિકેટ રમનાર મહાન બેટ્સમે નસચિન તેંડુલકરે આ પોસ્ટ પર ટિપ્પણી કરી છે. કોમેન્ટ કરતાં તેણે લખ્યું હતું કે, `તમારા આ શબ્દો મારે માટે બહુ જ મોટી વાત છે. ગાવસ્કર સર! મણે એ જાણીને આનંદ થયો કે સચિનનું હવામાન સુખદ છે.’ તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા યુઝર્સ પણ ગાવસ્કરની આ પોસ્ટ પર ઘણી રસપ્રદ ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘વેલકમ ટુ સચિન, સર’

સુનિલ ગાવસ્કરે પોસ્ટ સાથે શું લખ્યું?

તેઓએ ઈન્સ્ટાગ્રામ પર `સચિન` રેલવે સ્ટેશન (Sachin Railway Station) પરથી પોતાનો ફોટો પોસ્ટ કરતાં લખ્યું હતું કે, “પાછલી પેઢીના એ લોકોએ સુરત નજીકના રેલવે સ્ટેશનનું નામ ક્રિકેટના મહાન ખેલાડીઓમાંના એક અને મારા પ્રિય ક્રિકેટર પર રાખ્યું છે. સૌથી અગત્યની બાબત એ છે કે મારા પ્રિય વ્યક્તિના નામ પર રેલવે સ્ટેશનનું નામ રાખવાની તેમની દૂરંદેશીને સલામ”

જ્યારથી આ પોસ્ટ (Sachin Railway Station)ને શૅર કરવામાં આવી છે. ત્યારથી આ પોસ્ટને ઝડપથી લોકપ્રિયતા મળી રહી છે. એટલું જ નહીં તેને ઘણી લાઈક્સ અને ઘણી કોમેન્ટ્સ પણ મળી રહી છે. એક યુઝરે તો જૂન યુગના સૌથી જૂના રાજકુમારો પૈકીના એક તરીકે સચિનના ઐતિહાસિક મહત્વની નોંધ લીધી તો કોઈ લોકો ક્રિકેટના આઇકોન માટે તેમનો આદર વ્યક્ત કરી રહ્યા છે.

આ પોસ્ટ કરનાર સુનીલ ગાવસ્કરની ગણતરી માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓપનરોમાં થાય છે. ગાવસ્કરે હેલ્મેટ વિના માઈકલ હોલ્ડિંગ, કોલિન ક્રોફ્ટ, એન્ડી રોબર્ટ્સ, ડેનિસ લિલી, જેફ થોમસન, ઈમરાન ખાન અને માલ્કમ માર્શલ જેવા શ્રેષ્ઠ ઝડપી બોલરોનો સામનો કર્યો હતો.

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...