Homeક્રિકેટઆઈપીએલ હરાજીમાં આ 10...

આઈપીએલ હરાજીમાં આ 10 ખેલાડીઓ પર થઈ શકે છે પૈસાનો વરસાદ, વિશ્વકપમાં મચાવી ધૂમ

IPL 2024 માટે રિટેન અને રિલીઝ થનારા ખેલાડીઓનું લિસ્ટ સામે આવવામાં હવે વધુ સમય બાકી નથી. થોડા દિવસમાં તમામ 10 ટીમોનું લિસ્ટ સામે આવી જશે અને પછી ડિસેમ્બરમાં યોજાનારી હરાજીની તૈયારીઓ શરૂ થશે. આ વચ્ચે 10 ખેલાડીઓ એવા હશે જે આ લિસ્ટમાં હશે નહીં પરંતુ આઈપીએલ 2024માં આ ખેલાડીઓ પર મોટો દાવ લાગી શકે છે. ભારતમાં રમાયેલ વિશ્વકપ 2023નું પ્રદર્શન આ ખેલાડીઓની મોંઘી હરાજીનું કારણ બનશે.

તમે પણ જાણો આ ખેલાડીઓ વિશે..

  1. ટ્રેવિસ હેડઃ વિશ્વકપ 2023ના સેમીફાઈનલ અને ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ રહેલા ઓસ્ટ્રેલિયાના આ ખેલાડી પર દરેક ફ્રેન્ચાઇઝીની નજર હશે. મોટી મેચમાં આ ખેલાડી વિપક્ષી બોલિંગ આક્રમણને ધ્વસ્ત કરી શકે છે. સાથે જરૂર પડવા પર સંભાળીને પણ રમવાની ક્ષમતા ધરાવે છે.
  2. મિચેલ સ્ટાર્કઃ ઓસ્ટ્રેલિયાનો આ ફાસ્ટ બોલર આઈપીએલ રમી ચુક્યો છે. આ વખતે તે આઈપીએલ હરાજીમાં ભાગ લઈ શકે છે. જો સ્ટાર્ક આઈપીએલ ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવશે તો તેને મોટા પૈસા મળી શકે છે.

આ ખેલાડીને વર્લ્ડ કપ ફાઈનલમાં તક આપીને થઈ મોટી ભૂલ? વનડે ટીમમાંથી બહાર કરવો જરૂરી

  1. દિલશાન મદુશંકાઃ શ્રીલંકાના આ ફાસ્ટ બોલરે વિશ્વકપ 2023ની 9 મેચમાં 21 વિકેટ ઝડપી હતી. તે વિશ્વકપમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં ત્રીજા સ્થાને રહ્યો હતો. શ્રીલંકાનો એકમાત્ર ખેલાડી હતો જેનું ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન રહ્યું હતું. હવે આઈપીએલમાં તેને મોટી રકમ મળી શકે છે.
  2. અઝમતુલ્લાહ ઓમરઝઈઃ અફઘાનિસ્તાનના આ યુવા ઓલરાઉન્ડરે ટૂર્નામેન્ટમાં વધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું. બોલિંગ અને બેટિંગ બંને વિભાગમાં આ ખેલાડી મેચ વિનર સાબિત થયો. 9 મેચમાં આ ખેલાડીએ 353 રન ફટકાર્યા હતા, જ્યારે બોલિંગમાં સાત વિકેટ ઝડપી હતી.
  3. જેરાલ્ડ કોએત્ઝીઃ વિશ્વકપ 2023ના ટોપ-5 વિકેટ ટેકર બોલરમાં સામેલ રહ્યો. તેણે આફ્રિકા માટે 8 મેચ રમી અને 20 વિકેટ ઝડપી હતી. તે સારી સ્પીડથી બોલિંગ કરી શકે છે.
  4. રચિન રવીન્દ્રઃ ન્યૂઝીલેન્ડના આ યુવા ઓલરાઉન્ડરે વિશ્વકપમાં ધૂમ મચાવી હતી. તે સૌથી વધુ રન બનાવનાર બેટરોની યાદીમાં ચોથા સ્થાને રહ્યો. 10 મુકાબલામાં તેણે 578 રન ફટકાર્યા હતા. તે સ્પિન બોલિંગ પણ કરી શકે છે. આઈપીએલમાં તેની માંગ વધી શકે છે.
  1. બોસ ડી લીડેઃ નેધરલેન્ડના આ ઓલરાઉન્ડરે પણ બોલિંગ અને બેટિંગથી બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. ઓલરાઉન્ડર હોવાને કારણે આઈપીએલમાં તે ટીમોને આકર્ષિત કરી શકે છે.
  2. ડેવિડ મલાનઃ ઈંગ્લેન્ડના ઓપનરે કેટલીક મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. મલાન ટી20માં પણ વિસ્ફોટક બેટિંગ કરી શકે છે. જોવાનું રહેશે કે આ વખતે તેને કોઈ ટીમ ખરીદે છે કે નહીંય
  3. પેટ કમિન્સઃ આ ઓસ્ટ્રેલિયન કેપ્ટન આઈપીએલ 2023માંથી હટી ગયો હતો. પરંતુ આ વખતે તે આઈપીએલ ઓક્શનમાં વાપસી કરી શકે છે.
  4. સાદિરા સમરવિક્રમાઃ શ્રીલંકાના આ યુવા બેટરે પણ વિશ્વકપમાં કેટલીક આકર્ષક ઈનિંગ રમી હતી. આ વર્ષે તે પણ આઈપીએલ ઓક્શનમાં સામેલ થઈ શકે છે.

Most Popular

More from Author

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ...

વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો…🧐🤪

Wife🤵🏻‍♀️ : તમારામાં જરાય મેનર્સ નથી.હું ક્યારની 🗣બોલ 🗣બોલ કરું છુ...

જે આજે મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી...

Priyanka Chopraએ નવી ફિલ્મ ‘the bluff’ની જાહેરાત કરી, અભિનેત્રી કાર્લ અર્બન સાથે જોડાશે

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પોતાની ઘણી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણી ફિલ્મો છે, જ્યારે હવે અભિનેત્રીએ તેની બીજી નવી હોલીવુડ ફિલ્મની જાહેરાત કરી છે. પ્રિયંકાએ સત્તાવાર રીતે તેના નવા એન્ટરટેઈનર 'ધ બ્લફ'ની જાહેરાત કરી છે. જો કે, કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે અભિનેત્રીએ...

હું તમને ક્યારની પૂછું છું😜🤣🤪

પત્ની : આજે ફરી દારૂ પીધો ને,ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે?પતિ : 12 માં 5 ઓછા.પત્ની : એટલું બધું શું કામ પી વો છો કે,સમય જોવાનું પણ ભાન નથી રહેતું,ઘડિયાળમાં 7 વાગ્યા અનેતમને 12 માં 5 ઓછા દેખાય છે.પતિ : અરે મંદબુદ્ધિ 12 માં 5 બાદ કરે...