આજે ફાઈનલ માટે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો- ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી
- બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ નહીં જોવે મેચ
ભારતીય બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચ નથી જોઈ રહ્યો પરંતુ સાથે જ ક્રિકેટ પ્રત્યેનો પોતાનો જુસ્સો પણ વ્યક્ત કર્યો.
આનંદ મહિન્દ્રાએ મેચ ન જોવાનું કારણ જણાવ્યું
ભારતીય ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા રવિવારે (19 નવેમ્બર) ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ICC ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ જોઈ રહ્યાં નથી. તેણે પોતે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે, અને તેનું કારણ પણ જણાવ્યું છે.
આનંદ મહિન્દ્રાએ તેમના ઑફિશિયલ ટ્વિટર પર એક પોસ્ટમાં વાદળી જર્સીની તસવીરો શેર કરી છે અને લખ્યું છે કે, ના, ના હું મેચ જોવાનો કોઈ પ્લાન નથી બનાવી રહ્યો,(રાષ્ટ્ર પ્રતિ મારી સેવામાં છું) પરંતુ હું આ વાદળી જર્સી પહેરીશ અને મારી જાતને એક સીલબંધ ચેમ્બરમાં સ્થાપિત કરી છે, જ્યાં બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક રહેશે નહીં, જ્યાં સુધી કોઈ મારા દરવાજાને ખખડાવીને કહે નહીં કે આપણે જીતી ગયા છીએ…”
તમને જણાવી દઈએ કે ICC ક્રિકેટ વર્લ્ડ કપની ટાઈટલ મેચ ગુજરાતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જ્યાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ટીએમ ઈન્ડિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું.
વડાપ્રધાન મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ X પર લખ્યું, “ટીમ ઈન્ડિયાને શુભકામનાઓ. 140 કરોડ ભારતીયો તમને ઉત્સાહિત કરી રહ્યા છે.” તેમણે કહ્યું, ”તમે તેજસ્વી છો, સારું રમો અને ખેલદિલીની ભાવના જાળવી રાખો.” મોદી અને ઓસ્ટ્રેલિયાના નાયબ વડા પ્રધાન રિચર્ડ માર્લ્સ ફાઇનલ મેચ નિહાળશે.