- દાઢે વળગશે વઘારેલી ખીચડીનો સ્વાદ
- શાકથી ભરપૂર ખીચડી હેલ્થ માટે રહેશે બેસ્ટ
- તહેવાર બાદ કરી લો રસોઈમાં ફટાફટ તૈયારીઓ
તહેવારની સીઝન પતી છે અને હવે અનેક ઘરોમાં ખીચડીની યાદ આવતી હશે. જો તમે પણ હવે ઘરે પરિવારની સાથે ગરમાગરમ ખીચડીનો સ્વાદ માણવા ઈચ્છો છો તો આજે તમે ઘરે તેને ટ્રાય કરી લો. સરળતાથી બની જતી આ ખીચડીનો સ્વાદ યાદગાર રહેશે.
તો જાણો સિમ્પલ રેસિપિ.
સામગ્રી
– એક કપ ચોખા
– અડધો કપ મોગરદાળ
– પા કપ ચણાદાળ
– અડધો ચમચો કાચી શીંગ
– એક ચમચો ઘી
– રાઈ-જીરું અને હીંગ
વઘાર માટે
– બે ચમચી પીસેલા લીલાં મરચાં
– થોડા લીમડાના પાન
– મધ્યમ સમારેલા મિકસ શાકભાજી (કાચાં કેળાં, વટાણા, શિમલા મરચા, કોબીજ, ફ્લાવર, ગાજર, ફણસી વગેરે)
– અડધી ચમચી હળદર
– એક ચમચી લાલ મરચાં
– બે ચમચી ધાણાજીરું
– એક ચમચી ગરમ મસાલો
– મીઠું પ્રમાણસર
– કોથમીર થોડી
– લીંબુ પ્રમાણસર (મરજીયાત)
– પાંચ કપ ગરમ પાણી
રીત
ચોખા, મોગર દાળ, ચણાની દાળ, શિંગને ધોઈને ૧૦ થી ૧પ મિનિટ પાણી નિતારીને રાખો. ઘી ગરમ કરીને તેમાં રાઈ-જીરું અને હિંગનો વઘાર કરવો. રાઈ તતડે એટલે તેમાં લીલાં મરચાં અને લીમડાના પાન નાંખીને સાંતળવા. તેમાં શાકભાજી નાખીને થોડું મીઠું નાંખી સાંતળવું. તેમાં હળદર, લાલ મરચું, ધાણા અને ગરમ મસાલો નાંખી હલાવવું. તેમાં ધોયેલી દાળો, ભાત અને શીંગ નાંખીને હલાવવું. તેમાં પ કપ ગરમ પાણી અને મીઠું નાંખી, ખીચડી ચઢવા દેવી. ચઢી જાય એટલે તેમાં કોથમીર, લીંબુનો રસ નાંખી નીચે ઉતારવી. ઉપરથી થોડું ઘી નાંખીને સર્વ કરવું.